________________
કર્મવિપાક
૧૪૭
શબ્દાર્થ - સુરદ = સુગંધ, પુરી = દુર્ગધ, રસા = રસો, પણ = પાંચ, ઉતર = કડવો, ટુ – તીખો, સાથ = તૂરો-ફિક્કો, કવિતા = ખાટો, મદુરા = મધુર, પાસા = સ્પર્શ, ગુરુ = ભારે, તદુ-હલકો, મિડ =કોમળ, ઉર = કર્કશ, સી = શીત, ૩૬ = ઉષ્ણ, સિદ્ધિ = સ્નિગ્ધ અવર = રુક્ષલુખો, મg = આઠ.
ગાથાર્થ = સુગંધ અને દુર્ગધ એમ બે પ્રકારે ગંધ જાણવી, કડવોતીખો-તુરો-ખાટો અને મીઠો એમ પાંચ પ્રકારે રસ જાણવો, ભારે, હલકો, કોમળ-કર્કશ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ અને રુક્ષ એમ કુલ આઠસ્પર્શી જાણવા.૪૧.
વિવેચન = શરીરમાં બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારનો રસ, અને આઠ પ્રકારનો સ્પર્શ અપાવનારૂં જે કર્મ, તે કર્મ તે તે નામથી કહેવાય છે. (૧) સુરભિ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં કસ્તુરી
ગુલાબ અને અત્તર જેવી સુગંધ પ્રાપ્ત થાય તે સુરભિગંધ નામકર્મ. (૨) દુરભિ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં લસણ
અને ઉકરડા આદિના જેવી દુર્ગધ પ્રાપ્ત થાય તે દુરભિગંધ નામકર્મ. (૧) તિક્તરસ નામકર્મ = કફ આદિ રોગોનો નાશ કરે એવો લીંબડા
આદિનો જે રસ તે તિક્તરસ, જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં લીંબડાના રસની જેમ તિક્તરસ = કડવા રસની પ્રાપ્તિ થાય
તે તિક્તરસ નામકર્મ. (૨) કટુરસ નામકર્મ = ગળા આદિના રોગનો નાશ કરે એવો મરી-સુંઠ
વિગેરેનો જે રસ તે કકરસ, જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં
આવો તીખો રસ પ્રાપ્ત થાય તે કટુરસ નામકર્મ (૩) કષાયરસ નામકર્મ = રક્તદોષનો નાશ કરનાર હરડી-બેડાં આદિનો
જે રસ તે કષાયરસ, જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં આવા પ્રકારને કષાયરસ (તુર-ફીક્કો રસ)પ્રાપ્ત થાય તે કષાયરસ નામકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org