________________
૧૪૮
પ્રથમ કર્મગ્રંથ
(૪) આલ્ફરસ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં
આંબલી અને લીંબુ જેવો ખાટો રસ પ્રાપ્ત થાય તે આસ્ફરસનામકર્મ. (૫) મધુરરસ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં
પિત્તાદિ દોષોને શમાવનાર ગોળ-સાકર જેવો મધુરરસ પ્રાપ્ત થાય તે મધુરરસ નામકર્મ.
આ પ્રમાણે જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં નીચે મુજબ આઠ સ્પર્શની પ્રાપ્તિ થાય છે, તે તે સ્પર્શનામકર્મ કહેવાય છે. (૧) અધોગમનનું કારણ બને તેવું લોઢાની જેવું ભારેપણું તે ગુરુસ્પર્શ. (૨) તિર્ય-ઊર્ધ્વગમનનું કારણ બને તેવું રૂ ની જેમ હલકાપણું તે
લઘુસ્પર્શ. (૩) મખમલ આદિની જેમ કમળતાની પ્રાપ્તિ તે મૃદુસ્પર્શ. (૪) પત્થર આદિની જેમ કર્કશતાની પ્રાપ્તિ તે કર્કશસ્પર્શ. (૫) બરફ આદિની જેમ ઠંડાપણાની પ્રાપ્તિ તે શીતસ્પર્શ. (૬) અગ્નિ આદિની જેમ ઉષ્ણપણાની પ્રાપ્તિ તે ઉષ્ણસ્પર્શ. (૭) ઘી-તેલ આદિની જેમ ચીકાશવાળા સ્પર્શની પ્રાપ્તિ તે સ્નિગ્ધસ્પર્શ. (૮) ભસ્મ-આદિની જેમ લુખ્ખા સ્પર્શની પ્રાપ્તિ તે રુક્ષસ્પર્શ.
આ પ્રમાણે વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, અને સ્પર્શના ૮ મળીને કુલ વર્ણાદિ ચારના ૨૦ ભેદો થાય છે. સત્તામાં તે ૨૦ ગણાય છે. જો કે બંધ, ઉદય તથા ઉદીરણામાં પણ વીસે ભેદો હોય જ છે કારણ કે જો બંધ જ ન થયો હોય તો સત્તામાં આવે કયાંથી ? તથા કમ્મપયડીમાં ઉદીરણા કરણમાં વીસે ભેદો ઉદય-ઉદીરણામાં ગણ્યા પણ છે. પરંતુ કર્મગ્રંથકારોએ વીસ પેટાભેદ ન ગણતાં બંધ-ઉદય-ઉદીરણામાં સામાન્યથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એમ ચાર જ ભેદ વિવસ્યા છે. અહીં વિવક્ષાભેદ માત્ર કારણ છે. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org