________________
કર્મવિપાક
૧૦પ
ગાથાર્થ - દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરકના ભવ સંબંધી આયુષ્ય કર્મ ચાર પ્રકારે છે. અને તે બેડી સરખું છે. નામકર્મ ચિતારા જેવું છે. અને તેના ૪૨-૯૩-૧૦૩-અને ૬૭ એમ ચાર પ્રકારે ભેદો છે. ૨૩.
વિવેચન :- જે કર્મના ઉદયથી જીવ પોતાના નિયતભવમાં જીવી શકે. અને જ્યારે તે કર્મ પૂર્ણ થાય ત્યારે નિયમો મૃત્યુ જ પામે. એવું જે કર્મ તે આયુષ્યકર્મ છે. આ આયુષ્યકર્મ પગમાં નંખાયેલી બેડી સરખું છે. જેમ બેડીથી જકડાયેલો મનુષ્ય પોતાની નિયતમુદત સુધી તે બેડીમાંથી છટકી શકતો નથી. તેમ આયુષ્યકર્મ રૂપી બેડીથી બંધાયેલો મનુષ્ય તે તે ભવનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે તે ભવમાંથી નીકળી શકતો નથી. એટલે ભવમાં જીવાડનાર, ભવમાં પકડી રાખનાર આ કર્મ છે.
આ આયુષ્ય કર્મ બે પ્રકારનું બંધાય છે. (૧) અપવર્તનીયકાળની અપેક્ષાએ ન્યૂન થઈ શકે તેવું, અને (૨) અનપવર્તનીયકાળની અપેક્ષાએ ન્યૂન ન થાય તેવું. એટલે કે જેમ લાંબા કાળ સુધી બળી શકે એવું ૧૦૦ ફુટ લાંબુ દોરડું ગુંચળું વાળી ભઠ્ઠામાં નાખવામાં આવે તો પાંચ મિનિટમાં પણ બની શકે છે. બન્નેમાં બળવાની ક્રિયા સરખી જ થાય છે. ફક્ત લાંબું રાખવામાં આવે ત્યારે દીર્ઘકાળ થાય છે અને ગુંચળું વાળવામાં આવે ત્યારે અલ્પકાળ થાય છે. તેની જેમ ચિંતા આઘાત-અપમાન આદિ આંતરકારણોથી, અને વિષ-શસ્ત્રઅધિકાહાર-પાણી આદિ બાહ્યકારણોથી લાંબાકાળ સુધી ભોગવવા યોગ્ય કર્મ અલ્પકાળમાં જ ભોગવાઈ જાય તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. અને જે આયુષ્ય જેટલા કાળનું હોય તેટલા જ કાળમાં ભોગવાય પરંતુ કાળની અપેક્ષાએ ન્યૂન ન થાય તે અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. આ બન્ને પ્રકારનું આયુષ્યકર્મ પ્રદેશોની અપેક્ષાએ તો પુરેપુરું તે તે ભવોમાં ભોગવવું જ પડે છે. પ્રદેશો જરા પણ ઓછા થતા નથી. ફક્ત પ્રદેશોને ભોગવવાના કાળમાં બાહ્ય-અભ્યત્તર નિમિત્તોથી ન્યૂનતા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org