________________
કર્મવિપાક
નથી, કારણ કે કરણ અપર્યાપ્ત અવસ્થામા વતર્તા જે જીવા પેાતાની પર્યાપ્તિએ ભાવિમા પૂર્ણ કરીને જ મૃત્યુ પામવાના હાય છે તેઓને પર્યાપ્તનામકર્મના ઉદય વિગ્રહગતિથી જ ચાલુ થયેલા હાય છે. માટે લબ્ધિ અપર્યાપ્તાને જ અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે એમ સમજવું.
(૪) સાધારણ નામકર્મ - અનંત જીવા વચ્ચે એક જ શ૨ી૨ની પ્રાપ્તિ થાય તે સાધારણ નામકર્મ, કાંદા, બટાકા, લસણ, ગાજર, ઇત્યાદિ અનંતકાયને સાધારણ નામકર્મનો ઉદય હોય છે. અનંતકાયમાં ઉત્પન્ન થનારા અનંતા જીવો (પરભવથી કોઇ જાદા જુદા ભવોમાંથી અવીને અહીં આવીને) સાથે ઉત્પન્ન થાય છે. સાથે જીવે છે. સાથે શ્વાસ-આહાર ગ્રહણ કરે છે. અને સાથે મરે છે. પરંતુ મર્યા પછી ભિન્ન ભિન્ન ગતિમાં જઇ શકે છે. કારણ કે એક શ૨ી૨વર્તી હોવા છતાં તૈજસ-કાર્યણ શરીર દરેકને સ્વતંત્ર જાદાં જાદાં હોય છે તથા અધ્યવસાયસ્થાનો પણ ભિન્ન ભિન્ન હોય છે. (૫) અસ્થિર નામકર્મ જે કર્મના ઉદયથી શરીરમાં જીભ, આંખની પાંપણ, નાડી, રુધિર, આદિ ગતિશીલ જ પ્રાપ્ત થાય તે અસ્થિરનામકર્મ. ( આ સ્થિર-અસ્થિર નામકર્મ દરેક જીવોને સાથે જ ઉદયમાં હોય છે અને નિયમા ઉદયમાં હોય છે)
=
૧૭૫
(૬) અશુભ નામકર્મ = નાભિથી નીચેના અવયવો જે કર્મના ઉદયથી અશુભ પ્રાપ્ત થાય, જેના સ્પર્શથી સામેનો જીવ દુ:ખી થાય, જેમ પગના સ્પર્શથી અન્ય વ્યક્તિને દુ:ખ થાય છે. તે અશુભનામકર્મ. (આ શુભઅશુભ નામકર્મ દરેક જીવોને સાથે ઉદયમાં હોય છે અને નિયમા ઉદયમાં હોય છે).
પ્રશ્ન =
સ્થિર-અસ્થિર-શુભ-અશુભ આ ચારે કર્મોનો ઉદય દરેક જીવોને નિયમા હોય જ છે એમ કહો છો પરંતુ પૃથ્વીકાય-અકાય જેવા જીવોને, અને નિગોદના જીવોને આ ચાર કર્મોનો ઉદય કેમ હોઇ શકે ? તેઓને હાડકાં-દાંત નથી. જીભ-પાંપણ નથી, નાભિ જ નથી તો તેના ઉપરના ભાગો શુભ અને નીચેના ભાગો અશુભ કેમ હોઇ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org