________________
૧૭૪
પ્રથમ કર્મગ્રંથ
તા-પુષ્ય-તા કીર્તિ પરીક્રમવૃત્ત થશઃ | एकदिग्गामिनी कीर्तिः, सर्वदिग्गामुकं यशः॥ દાન અને પુણ્યકાર્યો કરવાથી જે ખ્યાતિ થાય તે કીર્તિ. પરાક્રમતાથી-શૂરવીરતાથી જે ખ્યાતિ થાય તે યશ. એક દિશામાં ફેલાનારી જે પ્રસિદ્ધિ તે કીર્તિ. સર્વ દિશામાં ફેલાનારી વ્યાપક એવી જે પ્રસિદ્ધિ તે યશ.
શાસ્ત્રમાં કીર્તિ કરતાં યશને મોટો ગણાવ્યો છે. હવે સ્થાવર દશકના અર્થ સમજાવવાના છે. પરંતુ તે ત્રસદશકથી બરાબર વિપરીત છે. તેથી ત્રસદશકના અર્થો ઉપરથી સ્વયં સમજાય તેવા છે માટે જ ગ્રંથકારશ્રીએ ગાથામાં લખ્યા નથી. તે અર્થો આ પ્રમાણે છે(૧) સ્થાવર નામકર્મ- સુખ-દુઃખના સંજોગોમાં પ્રયોજન વશથી પણ પોતાની ઇચ્છા મુજબ દુઃખથી નિવૃત્તિ માટે, અને સુખની પ્રવૃત્તિ માટે જે ગતિ કરી શકે નહીં તે સ્થાવર નામકર્મ. (૨) સૂમનામકર્મ- અસંખ્ય શરીરે લંબ રૂપે ભેગાં થયેલો હોય છતા ચર્મચક્ષુથી દેખી ન શકાય એવો આત્માનો સૂક્ષ્મ પરિણામ તે સૂમનામકર્મ, આ કર્મ પણ જીવને જ પોતાનું ફળ બતાવે છે. માટે જીવનો જે સૂક્ષ્મ પરિણામ તે આ કર્મથી સમજવો. શરીરનું સૂક્ષ્મ થવું કે જે શરીર ચક્ષુથી અગોચર હોય એમ અર્થ ન કરવો, આત્મા સૂક્ષ્મ પરિણામવાળો આ કર્મથી થયેલો છે. તેથી શરીર પણ સૂક્ષ્મ બનેલું છે એમ અર્થ સ્પષ્ટ કરવો. (૩) અપર્યાપ્તનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ પોત-પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી ન શકે, અધુરી પર્યાપ્તિએ જ મૃત્યુ પામે તે અપર્યાપ્ત નામકર્મ. લબ્ધિની અપેક્ષાએ જે અપર્યાપ્તા હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. પરંતુ કરણની અપેક્ષાએ જે અપર્યાપ્તા હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય એવો નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org