________________
૧૬૦
પ્રથમ કર્મગ્રંથ
જે કર્મના ઉદયથી જીવ ત્રણે ભુવનને પૂજનીય એવું ધર્મતીર્થ પ્રવર્તાવે, ધર્મનો પરમસત્યરૂપ ઉપદેશ આપે, સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, અને તેના દ્વારા સુર-અસુર-માનવ-તિર્યંચ આદિ ત્રણે ભુવનના લોકો વડે પૂજનીય બને તે તીર્થકર નામકર્મ.
આ કર્મનો ઉદય માત્ર કેવલજ્ઞાનીઓને જ હોય છે. તીર્થકર પરમાત્માના જીવોને પણ તીર્થકર નામકર્મનો વિપાકોદય કેવલજ્ઞાન પામ્યા પછી જ થાય છે. તે પૂર્વે વિપાકોદય હોતો નથી. છતાં પ્રદેશોદય ત્રીજા ભવે જ્યારથી તીર્થકરનામકર્મ બંધાયું છે ત્યારથી જ અંતર્મુહૂર્ત બાદ શરૂ થાય છે તેના કારણે આ જીવોનો પ્રભાવ અન્ય જીવો કરતાં ત્રીજા ભવથી સદા વધારે હોય છે. પરંતુ તીર્થની સ્થાપના કરવા રૂપ વિપાકોદય કેવલજ્ઞાન પામ્યા પછી જ થાય છે.
તથા સર્વે કેવલજ્ઞાનીઓને તીર્થકર નામકર્મનો ઉદય હોય જ, એવો નિયમ નથી. પરંતુ તીર્થંકર નામકર્મનો ઉદય જો હોય તો કેવલજ્ઞાન પામ્યા પછી જ હોય છે એવો નિયમ છે.
પ્રશ્ન = તીર્થકર ભગવન્તો કેવલજ્ઞાન પામ્યા પછી નિસ્પૃહ છે. અન્ય જીવો પ્રત્યે મમતા વિનાના છે. કૃતકૃત્ય છે. તો શા માટે ધર્મોપદેશ આપતા હશે ? ચતુર્વિધ સંઘની સ્થાપના શા માટે કરતા હશે ? વળી ક્ષીણમોહ છે તો લોકો ભગવાનને કરુણાના સાગર કેમ કહેતા હશે ? ભગવાનને લોકો ઉપર શું કરુણા વરસતી હશે ? દુઃખી લોકોને ભગવાનું કરુણાળુ હોવાથી શું સુખી કરતા હશે ? ગૌતમસ્વામિને પ્રભુ મહાવીરસ્વામી કરુણાના સાગર હોવાથી કેવલજ્ઞાન આપી મોક્ષ સાથે કેમ ન લઈ ગયા? 1 ઉત્તર = કેવલજ્ઞાન પામેલા તીર્થકર ભગવત્તે નિઃસ્પૃહ છે, નિર્મમ છે તથા અપેક્ષાવિશેષે કૃતકૃત્ય પણ છે જ, તેથી સ્પૃહાથી, મમતાથી કે કોઈ કૃત્ય કરવાના આશયથી ધર્મોપદેશ આપતા નથી. પરંતુ પોતે જ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org