________________
કર્મવિપાક
૧૬૧ ત્રીજા ભવમાં “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે અને અત્યારે કેવલી અવસ્થામાં પોતાનું જ બાંધેલું તે તીર્થકર નામકર્મ ઉદયમાં આવેલું છે. તે તીર્થકર નામકર્મનો વિપાકોદય જ એવો હોય છે કે જે ધર્મોપદેશ આપવા વડે જ ભગવાય, તેથી તીર્થંકર નામકર્મના ઉદયથી (ઉદયને પરવશ હોવાથી) ધર્મોપદેશ આપે છે તથા ઘાતકર્મો ક્ષીણ કરેલાં હોવાથી તેટલા અંશે કૃતકૃત્ય છે. પરંતુ હજુ અઘાતી કર્મો ક્ષીણ કર્યા નથી તેથી તેટલા અંશે (કંઈક અંશે) તે હજુ અકૃતકૃત્ય પણ છે. એકાન્ત કૃતકૃત્ય બન્યા નથી. માટે પૂર્વબદ્ધ કર્મોદયથી ધર્મોપદેશ આપે છે અને તેનાથી જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.
તથા ભગવાન વીતરાગાવસ્થાવાળા છે. નથી કોઈ ઉપર કરુણાવાળા, કે નથી કોઈ ઉપર ક્રૂરતાવાળા, પરંતુ સર્વ જીવોને સાચા ધર્મના રસિક બનાવવાની પરમ ઉત્તમ ઉંચી ભાવનાથી પૂર્વભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ આજે વિપાકેદયમાં આવેલું છે. તેથી તેનો ઉદય અન્ય જીવોનું પરમકલ્યાણ કરનાર બને છે. તેના ઉદયથી વાણી પણ પાંત્રીસ આદિ અનેક ગુણોવાળી હોય છે. તેથી સાંભળનાર શ્રોતાવર્ગને એમ લાગે છે કે અમારા ઉપર પ્રભુની પરમ કરુણા વરસી રહી છે કે જે આવી હિતકારી પરમ-કલ્યાણકારી વાણી સંભળાવે છે. સમજાવે છે. આ પ્રમાણે “કરુણાના સાગર” આ વાક્ય શ્રોતાઓનું છે. શ્રોતાઓને પ્રભુની વાણી પરમ કલ્યાણનું કારણ હોવાથી શ્રોતાઓ પ્રભુને “કરુણાના મહાસાગર કહે છે. શ્રોતાવર્ગ દ્વારા કરાયેલું આ ઉપચારવાક્ય છે. પ્રભુ પોતે પણ કર્મોદયને આધીન છે તો અન્ય સંસારી જીવો તો કર્મના ઉદયને આધીન હોય જ, તેમાં આશ્ચર્ય શું ? તેથી જ ભગવાન કોઈ દુઃખીને સુખી બનાવતા નથી કે ગૌતમસ્વામીને સ્વ-ઈચ્છાથી કેવલજ્ઞાન આપતા નથી. તમામ જીવો પોતે જ પોતાનાં કર્મો લઘુ કરવાથી કે ક્ષય કરવાથી ગુણો પામે છે. માત્ર પોતાના કલ્યાણમાં પ્રભુની વાણી અસાધારણ કારણ છે. તેથી તે પૂજ્ય છે. ઉપકારી છે. ૪૭.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org