________________
૧૬૨
હવે નિમાર્ણનામકર્મ અને ઉપઘાતનામકર્મ સમજાવે છેअंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥ ४८ ॥ (अङ्गोपाङ्गनियमनं, निर्माणं करोति सूत्रधारसमम् । उपघातादुपहन्यते, स्वतन्ववयवलंबिकादिभि:)
શબ્દાર્ડ- અશોવં નિયમળ = અંગ અને ઉપાંગની ગોઠવણ, निम्माणं નિર્માણ નામકર્મ, कुणइ કરે છે, સુત્તહારક્ષમ સૂત્રધાર સરખું છે, વષાયા ઉપઘાત નામકર્મના ઉદયથી વહમ્મદ્ = પીડાય છે. પોતાના શરીરના જ, અવયવ અવયવો જે, તંત્રિાદિ
=
सतणु પડજીભી આદિ વડે.
=
=
પ્રથમ કર્મગ્રંથ
=
Jain Education International
=
ગાથાર્થ ઃ- જે કર્મ સુથારની જેમ અંગ-ઉપાંગોની યથાસ્થાને વ્યવસ્થા–ગોઠવણી કરે છે તે નિર્માણનામકર્મ છે. ઉપઘાત નામકર્મના ઉદયથી જીવ પોતાના શરીરના જ અવયવો પડજીભી આદિવડે દુઃખી થાય છે. ૪૮,
=
વિવેચન :- અંગોપાંગનામકર્મ શરીરના અંગો-ઉપાંગો અને અંગોપાંગોની રચના કરી આપે છે. પરંતુ તે સર્વ અવયવોને યથાસ્થાને જોડવાનું કામ નિર્માણ નામકર્મ કરે છે. જેમ નાના નાના સુથારો બારીબારણાં તથા તેના ટુકડાઓ ઘડીને બનાવી આપે. પરંતુ યથાસ્થાને તે સર્વ બારી-બારણાંની ગોઠવણી મુખ્ય સુથાર કરે છે. તેમ હાથની જગ્યાએ જ હાથ, પગની જગ્યાએ જ પગ, માથાની જગ્યાએ જ માથું, ઇત્યાદિ પોતપોતાના યથાસ્થાને તમામ અવયવોની ગોઠવણી કરનારૂં જે કર્મ તે નિર્માણ નામકર્મ છે.
For Private & Personal Use Only
આ નિર્માણ નામકર્મ ધ્રુવ-ઉદયી છે. સર્વ જીવોને સર્વ અવસ્થામાં ઉદયમાં હોય જ છે. માટે સર્વ અવયવો પ્રતિનિયત સ્થાને જ ગોઠવાય છે. છતાં કોઇ બાળકોમાં જન્મતાં અંગોની ગોઠવણી અસ્તવ્યસ્ત જણાય, તો તે ઉપઘાત નામકર્મના ઉદયથી જાણવું.
www.jainelibrary.org