SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧પ૯ શરીર ભારે (વજનદાર) પણ લાગતું નથી, તથા હલકું (બીનવજનદાર) પણ લાગતું નથી. તીર્થંકર નામકર્મના ઉદય વડે જીવ ત્રણે જગતને પૂજનીય બને છે. આ તીર્થંકર નામકર્મનો ઉદય કેવલી ભગવાનને હોય છે. ૪૭. વિવેચન = જે કર્મના ઉદયથી સર્વ જીવોને પોતાનું શરીર વજનમાં અતિશય ભારે લાગતું નથી, તથા અતિશય હળવું પણ લાગતું નથી તે આ અગુરુલઘુ નામકર્મનો ઉદય છે. હાથીના જીવને હાથીનું શરીર ભારે લાગતું નથી અને કીડીના જીવને કીડીનું શરીર હળવું લાગતું નથી. પરંતુ બન્ને પ્રકારના જીવોને પોત-પોતાનું શરીર અગુરુલઘુ (ગુરુતા-લઘુતા વિનાનું) જે લાગે છે તે આ કર્મનો ઉદય છે. કોઈ પણ જીવનું શરીર જો અતિશય ભારે હોય તો તે શરીર વહન જ ન કરી શકાય, અને જો અતિશય લઘુ જ હોય તો વાયુ વડે ઉડી જાય, ભૂમિ ઉપર સ્થિર રહી જ ન શકે, માટે ગુરુ કે લઘુ નથી, પરંતુ અગુરુલઘુ છે. આ અગુરુલઘુ નામકર્મ ધ્રુવોદયી છે. સર્વે જીવોને અવશ્ય ઉદયમાં હોય જ છે. તથા જે જીવોને ઉઠતા-બેસતાં ચરબી આદિના કારણે શરીર ભારે લાગતું હોય, શરીરે સોજા આવેલા હોય તેથી તકલીફ પડતી હોય, તો તે અસતાવેદનીયાદિ અન્ય કર્મોનો ઉદય સમજવો, તથા આ અગુરુલઘુ નામકર્મનો મંદ રસોદય સંભવે છે. તેથી વાયુ જેવા હલકા વજનવાળા જીવોને, અને લોખંડ-સુવર્ણાદિ જેવા વજનદાર જીવોને પણ પોત પોતાના શરીરમાં આ અગુરુલઘુ નામકર્મનો ઉદય તો હોય જ છે. માત્ર ત્યાં મંદ રસોદય હોય એમ લાગે છે, જેથી એકમાં વધારે લઘુતા અને બીજામાં વધારે ગુરુતા દેખાય છે. જો કે તે તે જીવોને તો પોતપોતાનું શરીર અગુરુલઘુ જ લાગે છે. પરંતુ બાહ્યદૃષ્ટિવાળા અન્ય જીવોને તે શરીર હલકું-ભારે જે લાગે છે. તે આ કર્મના મંદ ઉદયથી હોય એમ લાગે છે.' ૧. જાઓ ગુજરાતી કર્મગ્રંથ પહેલો વિવેચક પંડિત ભગવાનદાસભાઈ સંપાદક પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. પૃષ્ઠ-૧૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy