________________
૧૪૦
પ્રથમ કર્મગ્રંથ
ગાથાના ક્રમ પ્રમાણે ઉપર ૧૫ નામો લખ્યાં છે. પરંતુ બીજી રીતે વિચાર કરીએ તો (૧) ઔદારિકની સાથે સંબંધ ધરાવનારાં કુલ ૪ બંધનો છે. નંબર-૧-૨-૩-૧૦, આ ચારને ઔદારિક બંધન ચતુષ્ટય કહેવાય છે. તેવી જ રીતે (૨) વૈક્રિયની સાથે સંબંધ ધરાવનારાં પણ કુલ ૪ બંધનો છે. નંબર-૪-૫-૬-૧૧, તથા આહારકની સાથે સંબંધ ધરાવનારાં પણ કુલ ચાર બંધનો છે. નંબર ૭-૮-૯-૧૨. તથા તૈજસની સાથે સંબંધ ધરાવનારાં ફક્ત બે છે નંબર ૧૩-૧૪ અને કાશ્મણની સાથે સંબંધ ધરાવનારૂં ફક્ત ૧ જ બંધન છે. નંબર ૧પમું. આ રીતે ઔદારિકનાં ૪, વૈક્રિયનાં ૪, આહારકનાં ૪, તૈજસનાં ૨ અને કાશ્મણનું ૧, એમ મળીને કુલ ૧૫ બંધનો થાય છે.
પ્રશ્ન = જો પુદ્ગલોનો પરસ્પર બંધ (સંબંધ) પંદર જાતનો છે તો તેવા પ્રકારના જસ્થાઓનો સંઘાત પણ પંદર જાતનો જ હશે. કારણ કે જત્થા ભેગા કર્યા હોય તેનો જ પરસ્પર બંધ થાય છે. માટે જો સંઘાત પાંચ છે તો બંધન પંદર કેમ ? અને જો બંધન પંદર છે તો સંઘાત પાંચ કેમ ? કાં તો બન્ને પાંચ હોવાં જોઈએ અથવા બન્ને પંદર હોવાં જોઇએ? પરંતુ પ-૧૫નો સંખ્યાભેદ કેમ છે?
ઉત્તર =પ્રશ્ન સત્ય છે. બંધન પંદર છે. તેથી “શરીરોની રચના”ને અનુરૂપ “જસ્થાઓનું ગ્રહણ” એ રૂપ સંઘાતન પણ પંદર જ છે. પરંતુ વિજાતીયનું ગ્રહણ પ્રશંસાપાત્ર નથી. તેથી તે ગ્રહણ પણ અગ્રહણ સ્વરૂપ જ ગણાય છે. જેમ કોઈ એક મનુષ્ય લાકડાનું ટેબલ બનાવે છે. તેમાં જરૂરીયાત પ્રમાણે ૧-૨ ઇંચ લાંબા ખીલા કોઈ નોકર પાસે બજારમાંથી મંગાવે છે. પરંતુ તે નોકર પોતાની અણઆવડતના કારણે ધારો કે વા ઇંચના અને વા ઇચના ખીલા લઈ આવે છે. હવે તે લાવેલા ખીલા ટેબલમાં યથાસ્થાને કામ નહીં આવવાથી મંગાવનારનું મુખ ચડી જાય છે અને લાવનાર ઉપર ગરમ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે “તું તો લાવ્યો, પરંતુ ન લાવ્યા બરાબર છે.” તે ખીલા મંગાવ્યા પ્રમાણે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org