________________
કર્મવિપાક
(૧૪) તેજસ કાર્પણ બંધન નામકર્મ અને (૧૫) કાર્મણ-કાર્યણ બંધન નામકર્મ. એમ પન્નર ભેદે બંધનો છે.
અહીં ઔદારિક પુદ્ગલોનો વૈક્રિય અને આહા૨ક પુદ્ગલો સાથે, તથા વૈક્રિય પુદ્ગલોનો ઔદારિક અને આહારક સાથે, તથા આહારક પુદ્ગલોનો ઔદારિક અને વૈક્રિય સાથે પરસ્પર સંબંધ થતો નથી, તેથી તેઓનું પરસ્પર બંધન કહ્યું નથી. આ અર્થ ઉ૫૨થી એમ ફલિત થાય છે કે ઔદારિક શરીરવાળો આત્મા જ્યારે જ્યારે વૈક્રિય કે આહાક શરીર બનાવે છે ત્યારે ત્યારે તે તે શરીરો ઔદારિકથી જુદાં બને છે અને જુદાં રહે છે. પરંતુ તૈજસ-કાર્પણની જેમ ઔદારિકની સાથે ઓતપ્રોત-એકમેક થતાં નથી. તથા ઔદારિક શરીરવાળા આત્માને ભૂત-પ્રેત આદિ તુચ્છ દેવો વળગે, શરીરપ્રવેશ કરે ત્યારે પણ તે દેવોનું વૈક્રિય શરીર જુદું હોય છે. માત્ર ઔદારિકની સાથે સાંયોગિકભાવે જોડાયેલું હોય છે. તાદાત્મ્યભાવે જોડાયેલું હોતું નથી અને તેથી જ તે ભૂત-પ્રેત નીકળી જાય છે ત્યારે તેનું વૈક્રિય પણ તેની સાથે જ ચાલ્યું જાય છે. ઔદારિકવાળા આત્મામાં વર્તતું નથી. ઈત્યાદિ યુક્તિઓ પણ સ્વયં સમજવી, પંદર બંધનોનાં નામો આ પ્રમાણે છે -
(૧) ઔદારિક ઔદારિક બંધન,
(૨) ઔદારિક તૈજસ બંધન, (૩) ઔદારિક કાર્યણ બંધન, (૪) વૈક્રિય વૈક્રિય બંધન,
(૫) વૈક્રિય તૈજસ બંધન, (૬) વૈક્રિય કાર્યણ બંધન, (૭) આહારક આહારક બંધન,
Jain Education International
૧૩૯
(૮) આહારક તૈજસ બંધન, (૯) આહારક કાર્યણ બંધન, (૧૦) ઔદારિક તૈજસ-કાર્યણ બંધન, (૧૧) વૈક્રિય તૈજસ-કાર્યણ બંધન, (૧૨) આહારક તૈજસ કાર્મણ બંધન, (૧૩) તૈજસ-તેજસ બંધન, (૧૪) તૈજસ-કાર્યણ-બંધન,
(૧૫) કાર્મણ-કાર્યણ બંધન.
For Private & Personal Use Only
www.jainelibrary.org