SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રથમ કર્મગ્રંથ (૧) જુનાં ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનો નવાં ગ્રહણ કરાતાં ઔદારિકપુદ્ગલોની સાથે સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિક-ઔદારિક બંધન નામકર્મ. (૨) જુનાં ગ્રહણ કરેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિકપુગલોનો જુનાં ગ્રહણ કરેલાં અને નવાં ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિકતૈજસબંધનનામકર્મ. (૩)-જુનાં ગ્રહણ કરેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિક પુગલોનો જુનાં ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિકકાર્મસબંધનનામકર્મ. આ જ પ્રમાણે (૪) વૈક્રિય વૈક્રિય બંધનનામકર્મ, (૫) વૈક્રિય તૈજસબંધનનામકર્મ, (૬) વૈક્રિય કાર્મણબંધનનામકર્મ, (૭) આહારક આહારક બંધનનામકર્મ, (૮) આહારક તૈજસબંધનનામકર્મ અને (૯) આહારક કાર્પણ બંધનનામકર્મ, એમ ૯ બંધનો થાય છે. તથા આ જ ઔદારિક-વૈક્રિય- અને આહારક એમ ત્રણ શરીરોને ઈતર એવાં જે તૈજસ-કાશ્મણ બે શરીરો, તે બેની સાથે-સહિત કરવાથી પણ બીજાં ત્રણ બંધનો થાય છે. આ અર્થ ફરવુહિયાં એ પદમાંથી નીકળે છે. (૧૦) જુનાં ગૃહીત અને નવાં ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોનો જુનાં ગૃહીત થયેલાં અને નવાં ગૃઘમાણ એવાં તૈજસ-કાશ્મણ એમ બન્ને પ્રકારનાં પુદ્ગલોની સાથે સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિક તૈજસકાર્પણબંધન નામકર્મ. એ જ પ્રમાણે (૧૧) વેક્રિયતૈજસકાર્મણબંધનનામકર્મ અને (૧૨) આહારકતૈજસકાર્મસબંધનનામકર્મ પણ સમજી લેવાં. તથા તે તૈજસ અને કાર્યણ એમ બે જ શરીરોના પરસ્પર સંબંધ થવા રૂપ ત્રણ બંધનો થાય છે. આ અર્થ “ત્રિ સિં =" એ પદમાંથી નીકળે છે. ઉપર સમજાવ્યા પ્રમાણે જ (૧૩) તૈજસ તૈજસ બંધન નામકર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy