________________
૧૭૮
પ્રથમ કર્મગ્રંથ
ઉચ્ચગોત્ર કર્મના ઉદયથી વિશિષ્ટ કુળની ઉત્પત્તિ માત્ર વડે પ્રશંસા પામે છે અને નીચગોત્ર કર્મના ઉદયથી હલકા કુલની ઉત્પત્તિ માત્ર વડે નિન્દા પામે છે.
- હવે અંતરાય કર્મ સમજાવે છે તેના પાંચ ભેદ છે. આત્મામાં દાનાદિ ગુણોની જે લબ્ધિઓ (શક્તિ) રહેલી છે. તેને રોકવાનું કામ કરનાર આ અંતરાય કર્મ છે. દાનાદિ લબ્ધિઓ પાંચ પ્રકારની છે તેથી તેને અંતરાય કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે. (૧) દાનાન્તરાય- સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન (તસ્વાર્થ સૂત્ર ૭-૩૩). આવા પ્રકારના આત્મ-ગુણનો પ્રતિબંધ કરનાર જે કર્મ તે દાનાન્તરાય. દાનમાં આપવા યોગ્ય પદાર્થ ઘરે વિદ્યમાન હોય, ઘરે સામેથી કોઈ ગુણવાનું પાત્ર લેવા આવ્યું હોય, અને આવા ગુણવાનું સુપાત્રને આપવાથી શું લાભ થાય છે ? તે શાસ્ત્રાભ્યાસથી કે ગુરુગમથી જીવ જાણતો હોય, છતાં આપવાની તમન્ના ન જાગે તે દાનાન્તરાયકર્મ. (શ્રેણિકરાજાની કપિલાદાસીની જેમ) (૨) લાભાન્તરાય- ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ. તેનો પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે લાભાન્તરાય. વિશિષ્ટ દાતાને ઘેર જઈ વિનય પૂર્વક માગવા છતાં ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી ન થાય તે લાભાન્તરાય. ઢંઢણ મુનિને છ માસ આહારપ્રાપ્તિ ન થઈ, ઋષભદેવ પ્રભુને પશુઓને પૂર્વભવમાં કરેલા અંતરાયથી ૧૩ માસ આહારપ્રાપ્તિ ન થઈ ઈત્યાદિની જેમ. (૩) ભોગાન્તરાય- જે વસ્તુઓનો માત્ર એકવાર ઉપયોગ થઈ શકે, ફરી બીજી વાર જેનો ઉપયોગ ન થાય તેવી વસ્તુઓના વપરાશને ભોગ કહેવાય છે. જેમ રાંધેલું અનાજ, પુષ્પમાલા, ઇત્યાદિ. તે ભોગમાં પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે ભોગાન્તરાય, ઘરમાં ભોગને યોગ્ય મેવા-મીઠાઈ આદિ અનેક ચીજો પુણ્યોદયથી મળી હોય, સુખી હોય, છતાં ત્યાગની ભાવના વિના તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org