________________
કર્મવિપાક
વસ્તુઓનો પોતે પોતાના માટે ઉપયોગ કરી ન શકે, વસ્તુ વાપરવાનું મન ન થાય, તે ભોગાન્તરાય, પરંતુ દેશવિરતિ અથવા સર્વવિરતિ ધર્મ સ્વીકારવાની ઇચ્છાથી વસ્તુસ્વરૂપને અસાર-હેય સમજીને ભોગવે નહીં તો તે ભોગાન્તરાયકર્મ કહેવાતું નથી. પરંતુ મોહનીયકર્મનો ક્ષયોપશમ છે. (૪) ઉપભોગાન્તરાય- જે વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઇ શકે તે ઉપભોગ, જેમ કે વસ્ત્ર, પાત્ર, સ્ત્રી, ગૃહ, ઇત્યાદિ. ઘરમાં આવી વસ્ત્રપાત્રાદિ ઉપભોગ યોગ્ય વસ્તુઓ ઘણી હોય, ત્યાગના પરિણામ પણ ન હોય છતાં શરીરની એલર્જીના કારણે, અથવા ચામડીના દર્દવિશેષાદિના કારણે અથવા એવા કારણ વિના માત્ર આસક્તિથી તેનો ઉપયોગ જીવ ન કરી શકે તે ઉપભોગાન્તરાય. મમ્મણ શેઠની જેમ.
(૫) વીર્યાન્તરાયકર્મ- વીર્ય એટલે સામર્થ્ય-શક્તિ-તાકાત, તેનો પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે વીર્યાન્તરાયકર્મ. યુવાન હોવા છતાં, શરીરે નિરોગી હોવા છતાં, જે કર્મના ઉદયથી આ જીવને બલ ફોરવવાનું મન ન થાય પ્રમાદી બને તે સર્વ વીર્યાન્તરાયકર્મ જાણવું. (વીરા સાલવીની જેમ. અંતરાયકર્મ નિવારણ પૂજા-૬ઠ્ઠી).
૧૭૯
છતાં
આ પાંચે અંતરાય કર્મો ઉદયમાં આવવાથી આ જીવ વસ્તુ હોવા પુદ્ગલ સંબંધી તે તે દાન-લાભ-ભોગ-ઉપભોગ આદિમાં પ્રવૃત્તિ કરી શક્તો નથી. અને આ જ પાંચે અંતરાય કર્મોના ક્ષયોપશમથી (તીવ્રકર્મ મંદ થઇને ઉદયમાં આવવાથી ) પુદ્ગલ સંબંધી તે તે દાન-લાભાદિ પ્રવૃત્તિઓમાં આ જીવ વ્યવહારથી પ્રવૃત્તિઓ કરી શકે છે. ત્યાગની ભાવના ન હોય તો દાન લાભ-ભોગ-ઉપભોગ આદિમાં જોડાઇ શકે છે.
પરંતુ જ્યારે આ પાંચે અંતરાય કર્મોનો સર્વથા ક્ષય થાય છે ત્યારે તે૨મા ગુણઠાણાથી આ પાંચે લબ્ધિઓ સંપૂર્ણ પણે પ્રગટ થાય છે લબ્ધિઓ (શક્તિઓ) પ્રગટ થયેલી હોવા છતાં પુદ્ગલ સંબંધી દાન-લાભ-ભોગઉપભોગ આદિ વ્યાવહારિક પ્રવૃત્તિ હોતી નથી પરંતુ અઘાતી કર્મોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org