________________
૧૮૦
પ્રથમ કર્મગ્રંથ
ઉદય હજુ હોવાથી, શરીરના પ્રતિબંધને કારણે, વેદનીયકર્મના ઉદયને કારણે, અને શરીર સ્વભાવના કારણે નિરીહભાવે આહાર અને વસ્ત્રાદિનો ઉપયોગ કેવલીઓ કરે છે. પરંતુ વાસ્તવિકપણે તો તે અવસ્થામાં જીવ પોતાના ગુણોમાં આ લબ્ધિઓનો ઉપયોગ કરે છે. અને સિદ્ધાવસ્થામાં તો શરીરનો આ પ્રતિબંધ પણ ન હોવાથી પૂર્ણપણે સ્વગુણરમણતામાં જ આ લબ્ધિઓનો ઉપયોગ આત્મા કરે છે. સિદ્ધાવસ્થામાં લબિરૂપે દાનાદિગુણો હોવા છતાં પ્રવૃત્તિરૂપે હોતા નથી. છતાં ક્ષાયિકભાવના આ ગુણોની વિદ્યમાનતા કંઈક આવી રીતે ઘટાવી શકાય.
પૌગલિક સર્વ વસ્તુઓના ત્યાગ રૂપ દાનધર્મ ત્યાં છે. આત્માના સત્તાગત સર્વ ગુણોની પ્રાપ્તિ રૂપ લાભધર્મ ત્યાં છે. આત્માના આવિર્ભૂત ગુણોમાં રમણતા રૂપ ભોગ અને ઉપભોગ ધર્મ ત્યાં છે.
આત્માના ગુણોમાં સ્વશક્તિના વપરાશ રૂપ વીર્યગુણ ત્યાં છે. આ પ્રમાણે અંતરાયકર્મના પાંચ ભેદો કહ્યા. પર. હવે તે કર્મ કોના જેવું છે? તે દૃષ્ટાન્ત સાથે સમજાવે છે
सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई। न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३॥
(श्रीगृहिकसममेतद्-यथा प्रतिकूलेन तेन राजादिः । .. न करोति दानादिकमेवं विघ्नेन जीवोऽपि)
શબ્દાર્થ - સિરિરિય = ભંડારી સરખું, પયં = આ અંતરાયકર્મ, નદ = જેમ, પડિલૂળ = વિરુદ્ધ વર્તવાથી, તે = તે કારણથી, રીયા = રાજા વિગેરે, ન સુખરૂં = કરી શકે નહીં, લાખાદ્ય = દાન વિગેરે, વં= આ પ્રમાણે વિષેખ = વિઘ્નકર્મથી-અંતરાયકર્મથી, નીવો વિ = જીવ પણ.
ગાથાર્થ:- આ અંતરાયકર્મ રાજભંડારી જેવું છે. જેમ તે રાજભંડારી પ્રતિકૂળ હોય, તો તેનાથી રાજાદિ દાનાદિ કરી શકતા નથી, તેમ આ જીવ પણ (અંતરાય કર્મના ઉદયથી) દાનાદિ કરી શકતો નથી. પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org