________________
કર્મવિપાક
૧૮૧
વિવેચનઃ- શ્રી એટલે લક્ષ્મી, તે લક્ષ્મી એજ છે ઘર જેનું તે શ્રીગૃહી અર્થાત્ સતત ધન લેવા-દેવાના કારભારમાં જ રહેનારો તે શ્રીગૃહી એટલે ભંડારી, રાજાને દાનાદિ આપવાની ઇચ્છા હોય, રાજાના રાજ્યમાં ધન-વૈભવ વિપુલ હોય, છતાં રાજા જેને આપવા ઇચ્છે છે તેના ઉપર રાજભંડારીને વૈમનસ્ય હોય તો રાજાને “આમ છૂટે હાથે દાન આપશો તો રાજભંડારો ખૂટી જશે” ઇત્યાદિ આડું અવળું સમજાવીને રોકે છે. તેથી રાજાદિ જેમ દાન આપી શકતા નથી તે રીતે આ અંતરાયકર્મના ઉદયથી જીવ દાનાદિ કરી શકતો નથી.
આ પ્રમાણે અંતરાયકર્મ કર્યું. આ રીતે જ્ઞાનાવરણીય આદિ મૂલ આઠ કર્મો અને તેના પેટાભેદો ૧૨૦-૧૨૨-૧૪૮-૧૫૮ અહીં સમજાવ્યા. તેથી “કર્મવિપાક” બાંધેલા કર્મોનાં ફળો શું ? તે વિષય પૂર્ણ થાય છે આ પ્રથમ કર્મગ્રંથનો પ્રસ્તુત અધિકાર અહીં સમાપ્ત થાય છે. પ૩.
હવે અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે બાંધેલાં કર્મો જો આવા આવા પ્રકારના વિપાકો આપે છે તો આવા વિપાકને આપનારાં તે તે કર્મો શું શું કરવાથી બંધાતાં હશે ? તે પણ જણાવો તો સારું થાય, કારણ કે તો જ આવા માઠાં ફળોને આપનાર કર્મોના બંધ વખતે જ આ આત્મા ચેતીને ચાલે, જેથી કટ્રફળ ભોગવવાનો સમય ન આવે, આવી કર્મબંધના હેતુઓને (કારણોને) જાણવાની તમન્ના શિષ્યોને થવી સંભવિત છે. તેનો ઉત્તર ગ્રંથકાર શ્રી આપતાં હવે પછીની ગાથામાં પ્રથમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધનાં કારણો જણાવે છે
पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुर्ग जीओ जयइ ॥५४॥ (પ્રત્યનીત્વ-નિવ-૩૫યાત-પ્રષ-અનાવે अत्याशातनया आवरणद्विकंजीवो जयति )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org