________________
૧૮૨
પ્રથમ કર્મગ્રંથ
શબ્દાર્થ -ળીમત્તા = પ્રત્યુનીકતા, અનિષ્ટાચરણ, નિન્દવ = છુપાવવું, ૩વષય = ઉપઘાત, હણવું, પસ = પ્રષ, સંતરા અંતરાય કરવાથી, વીસાયણયાણ = અતિશય આશાતનાથી, સાવરકુનાં = બે આવરણીયકર્મ, નીમો = જીર્વે, નય = બાંધે છે.
- ગાથાર્થ :- (જ્ઞાન-જ્ઞાની-અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે) અનિષ્ટ આચરણ કરવાથી, અપલાપ કરવાથી, હણવાથી, દ્વેષ કરવાથી, અંતરાય કરવાથી, અને અતિશય આશાતના કરવાથી, જીવ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધે છે. ૫૪. - વિવેચન :- મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ એમ કર્મબંધના ચાર હેતુઓ શાસ્ત્રોમાં કહેલા જ છે. પરંતુ તે સામાન્ય બંધ હેતુઓ છે. આ ચાર બંધહેતુઓથી આ જીવ પ્રતિસમયે સાત અથવા આઠ કર્મ બાંધે જ છે. પરંતુ તેમાં હવે કહેવાતા વિશેષ બંધહેતુઓ ભળે છે ત્યારે તે વિશેષહેતુ જે જે કર્મના હોય છે તે તે કર્મનો તીવ્રરસ બાંધે છે. એટલે આ વિશેષહેતુઓ વિવક્ષિત એક-એક કર્મ આશ્રયી છે અને તે ખાસ ચીકણો રસ બાંધવામાં કારણ છે. તેથી તે જાણવા જરૂરી છે. હવે તે પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મના વિશેષ હેતુઓ જણાવે છે
આત્માનો મુખ્ય ગુણ જે જ્ઞાન છે તે જ્ઞાન પ્રત્યે, જ્ઞાન આપનાર જ્ઞાની (ધર્મગુરુ-વિદ્યાગુરુ-કે વડીલો) પ્રત્યે, તથા જ્ઞાનનાં સાધનો પાટીપુસ્તક-કાગળ-પેન-દફતર, સ્લેટ વિગેરે સાધનો પ્રત્યે
(૧) પ્રત્યનીકતા કરવાથી એટલે તેઓને ન ગમે તેવું આચરણ કરવાથી, તેઓને માઠું લાગે, મનદુઃખ થાય, અપ્રીતિ થાય, અવિનય દેખાય તેવું આચરણ કરવાથી,
(૨) જેમની પાસે ભણ્યા હોઇએ તેમનું નામ છુપાવવાથી, પ્રાથમિક ભણાવનાર કરતાં આપણે વધુ ભણીએ ત્યારે પ્રાથમિક શિક્ષકનું નામ આપણા અધિક અભ્યાસને લીધે છુપાવીએ તો તેનાથી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org