________________
પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ - દિવસે ચિંતવેલા કાર્યને કરવાવાળી થીણદ્ધિ નિદ્રા છે. અને તે અર્ધચક્રી (વાસુદેવ) કરતાં અર્ધ બળવાળી હોય છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા સરખું બે પ્રકારે વેદનીય કર્મ છે. ૧૨.
વિવેચન= દિવસે કે ઉપલક્ષણથી રાત્રે પણ ચિંતવેલા કાર્યને કરવાવાળી જે નિદ્રા તે સ્થાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ નિદ્રા કહેવાય છે. એટલે કે દિવસે કોઇની સાથે મનદુઃખ આદિથી વૈર થયું હોય, કોઈ વસ્તુ જોઈ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હોય, કોઈની સાથે તીવ્ર સ્નેહ બંધાયો હોય, ઈત્યાદિ તીવ્ર પરિણામ દિવસે અથવા સૂતા પહેલાંની રાત્રિના કાળે આવ્યો હોય, ત્યાર બાદ રાત્રે સૂતાં છતાં એવી નિદ્રા આવે કે જે નિદ્રામાં ઉઠીને તે દિવસે અથવા પ્રાથમિક રાત્રિકાળે થયેલા વૈરનો ત્યાં જઈને બદલો લઈ આવે, ખાવાની તીવ્ર ઇચ્છા પૂર્ણ કરી આવે, સ્નેહથી મળી આલિંગનાદિ કરી આવે, અને પાછો આવીને સૂઈ જાય છતાં જાગૃત ન થાય, અને જ્યારે નિદ્રા પૂર્ણ થાય ત્યારે “મને આવા પ્રકારનું સ્વપ્ન આવ્યું” એવું જેમાં લાગે તે થીણદ્ધિનિદ્રા કહેવાય છે. સંસ્કૃતમાં તેને સ્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ પણ કહેવાય છે.
સ્થાના=fvgીમૂતા, ઋદ્ધિ=ત્તિ: યસ્યાં તો સ્થાદ્ધિ =સ્યાન એટલે પિંડીભૂત-એકઠી થયેલ છે, ઋદ્ધિ એટલે આત્મિક શક્તિ જે નિદ્રામાં તે મ્યાનદ્ધિ-થીણદ્ધિ, જે નિદ્રામાં આત્માની શક્તિ ઘણી જ પિંડીભૂત થાય, એકઠી થાય તે સ્વાનદ્ધિ, અથવા નાfપsીભૂત વૃદ્ધિ =જ્ઞા;િ યસ્યાં ના સ્થાનકિપિંડીભૂત થઈ છે આસકિત જે નિદ્રામાં તે સ્યાનગૃદ્ધિ, જે નિદ્રામાં તીવ્ર લોલુપતા-આસક્તિ એકઠી થાય તે એમ બન્ને અર્થો સંગત થાય છે. આ નિદ્રામાં શારીરિક બળ અને તીવ્ર લોલુપતા એકઠી થઈને દુષ્કૃત્ય કરાવે છે.
આ નિદ્રાના ઉદયવાળો જીવ જો પ્રથમ વજઋષભનારાચસંઘયણવાળો હોય તો તેને અર્ધચક્રી (એટલે વાસુદેવ)ના બળ કરતાં અર્ધબળ પ્રાપ્ત થાય છે. તે સંઘયણ વિના અન્ય સંઘયણવાળાને વધુમાં વધુ સાત-આઠ ગણું બળ પ્રાપ્ત થાય છે. લોકપ્રકાશમાં એમ પણ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org