________________
કર્મવિપાક
૧૮૯
હવે તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યના બંધહેતુ કહે છે
तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ॥५८॥ (तिर्यगायुYढहृदयः, शठः सशल्यस्तथा मनुष्यायुः । प्रकृत्या तनुकषायो, दानरुचिर्मध्यमगुणश्च)
શબ્દાર્થ :- તિરિત્રાડ = તિર્યંચનું આયુષ્ય, પૂમિ = ગુપ્ત હૃદયવાળો, સો = લુચ્ચો, સસો = શિલ્ય-કપટવાળો, તરી = તથા, મધુસાડ = મનુષ્યનું આયુષ્ય, ય-સ્વભાવે, તપુનામો = પાતળા કષાયવાળો, ફાળપુરું = દાનની રુચિવાળો, મલ્ફિનગુણો = મધ્યમગુણવાળો જીવ.
ગાથાર્થ - ગૂઢ હૃદયવાળો, લુચ્ચાઈવાળો અને શલ્ય (કપટ) વાળો આત્મા તિર્યંચાયુષ્ય બાંધે છે. તથા સ્વભાવે જ પાતળા કષાયવાળો દાનની રુચિવાળો, અને મધ્યમગુણવાળો આત્મા મનુષ્યાયુષ્ય બાંધે છે. ૫૮
વિવેચન :- નીચેનાં કારણો વાળો આત્મા તિર્યંચાયુષ્ય બાંધે છે. (૧) ગૂઢહૃદય- જેનું હૃદય અતિશય ગુપ્ત છે. હૈયામાં રહેલી કડવાશ-ઝેર કે વિરોધ જે દેખાવા દે નહીં, મીઠાશ-મિત્રતા-અને વિશ્વાસ સંપાદન કરીને પરનો ઘાત કરે અથવા પરને નુકશાન પહોંચાડે. જેમ કે ઉદાયિ રાજાનો વિશ્વાસ સંપાદન કરીને બહારથી પરમ વિનયી બનેલા એવા વિનય રત્ન સાધુ કે જેણે છરી વડે ઉદાયીની અને ગુરુની હત્યા કરી હતી. (૨) શઠ- લુચ્ચો, મોઢે મીઠું-મીઠું બોલનાર, પરંતુ અધ્યવસાયમાં અતિશય ભયંકર, જેમ કે શ્રીપાળ મહારાજા પ્રત્યે ધવળશેઠની પ્રવૃત્તિ. (૩) સીશલ્ય- શલ્ય સહિત, કપટયુક્ત, વ્રત-નિયમોનો ભંગ થવા છતાં પ્રાયશ્ચિત્ત અને આલોચના ન કરનાર, બીજાના નામે કરનાર, જેમ કે લક્ષ્મણા સાધ્વીજી. જેમણે ચકલા-ચકલીની મૈથુન ક્રીડા દેખીને પ્રભુ પ્રત્યે “અવેદી હોવાથી પ્રભુ સવેદીના દુઃખને શું જાણે?” આવો વિચાર કરી પોતાની ભૂલ સમજાવાથી બીજાના નામે પોતે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધું. આ ત્રણ તિર્યંચાયુષ્યના બંધહેતુઓ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org