________________
૧૯૦
પ્રથમ કર્મગ્રંથ
- હવે મનુષ્યાયુષ્યના બંધહેતુઓ જણાવે છે(૧) સ્વભાવે જ પાતળા કષાયવાળો, ક્રોધાદિ ચારે કષાયો હોય, પરંતુ જેની માત્રા અતિશય અલ્પ છે. ઉગ્રતા નથી, ઊંડો ડંખ નથી, કોઈક સમજાવે કે તુરત જ કષાય છોડી દે, એવા પાતળા કષાયોવાળો, (૨) દાનરુચિ- પરોપકાર અર્થે યથાશક્તિ દાન આપવાની રુચિવાળો પોતાનો સ્વાર્થ જતો કરીને પણ પરનું ભલું કરનારો, દાક્ષિણ્યતા ગુણવાળો, (૩) મધ્યમગુણયુક્ત- વિનય-વિવેક-તપ-જ્ઞાન-ધ્યાન આદિ ગુણોની મધ્યમ માત્રાવાળો, ગુણીયલ, વિવેકી, કંઈક સંયમી એવો આત્મા મનુષ્પાયુષ્ય બાંધે છે. ૫૮. હવે દેવાયુષ્ય તથા શુભાશુભ નામકર્મના બંધહેતુ જણાવે છે
अविरयमाई सुराउं, बाल-तवोऽकामनिज्जरो जयई । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥५९॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरो जयति । सरलः अगौरववान्, शुभनाम अन्यथाऽशुभम् )
શબ્દાર્થ :- વિરા–અવિરતિ આદિ, સુરીયું-દેવાયુષ્યને, વાતવો-અજ્ઞાન તપ કરવા વાળો, અનિઝર-અકામનિર્જરાવાળો, નથ–બાંધે છે, સરતો-સરળસ્વભાવી, એIRવ7ો-આસક્તિ વિનાનો જીવ, સુનામં-શુભનામકર્મ, નહા-અન્યથા, ઉલટું, અસુર્દ-અશુભ નામકર્મ બાંધે છે.
ગાથાર્થ- અવિરત (સમ્યગ્દષ્ટિ) આદિ, તથા અજ્ઞાનતપ કરનાર અને અકામનિર્જરા કરનાર દેવાયુષ્ય બાંધે છે. સરલસ્વભાવી અને આસક્તિ વિનાનો જીવ શુભનામકર્મ બાંધે છે. તેનાથી ઉલટું વર્તન કરનાર જીવ અશુભ નામકર્મ બાંધે છે. પ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org