________________
કર્મવિપાક
૧૯૧
વિવેચન :- દેવોના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ભવનપતિ-વ્યંતરજ્યોતિષ્ક-વૈમાનિક, આ ચાર નિકાયના દેવોમાં ભવનપતિ અને વ્યંતરને અસુર (હલકા દેવો) કહેવાય છે. અને જ્યોતિષ-વૈમાનિકને સુર (ઉંચા દેવો) કહેવાય છે. વિરમગુરૂં એ પદ સુરાયુષ્યના બંધનો હેતુ છે અને મોનિકારો વિગેરે પદો અસુરાયુષ્યના બંધનો હેતુ છે.
અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિવાળા (૪-૫-૬૭ ગુણસ્થાનક વાળા) આત્માઓ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના રાગવાળા હોવાથી સુરાયુષ્ય બાંધે છે. કારણ કે આયુષ્યકર્મનો બંધ ઘોલમાન પરિણામથી થાય છે અને રાગવાળાને ઘોલમાન પરિણામ સંભવે છે. રાગવાળા આત્માને જેના પ્રત્યે રાગ છે તેની વૃદ્ધિમાં આનંદ અને હાનિમાં શોકક્રોધ આવે જ છે. તેથી ચિત્ત પરિણામ સ્થિર રહેતા નથી. તેથી ઘોલમાન પરિણામ હોવાથી આ ચાર ગુણઠાણાવાળા જીવો સુરાયુષ્ય બાંધે છેપરંતુ અપૂર્વકરણાદિ ૮ મા વિગેરે ગુણઠાણામાં વર્તતા જીવો મોહનો ઉપશમ અથવા ક્ષય કરતા હોવાથી ચિત્ત ઉત્તરોત્તર વિશુધ્ધમાન હોવાથી ઘોલમાન પરિણામના અભાવે આયુષ્યબંધ કરતા નથી.
તથા પહેલા-બીજા ગુણઠાણામાં વર્તતા, અજ્ઞાનતપ અને અકામનિર્જરાવાળા જીવો અસુરાયુષ્યનો બંધ કરે છે. સાચો પરમાર્થ જાણ્યા વિના સંસારમાં આવી પડેલા પતિવિરહ-પત્નીવિરહ-ધનવિરહ-યશવિરહ આદિ દુઃખોના કારણે, અથવા કોઇ વ્યક્તિ પ્રત્યેના રાગથી અંજાઇને તેની પ્રાપ્તિ માટે, અથવા કોઈ વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી તેનું કાસળ કાઢવા માટે કરાતો જે તપ તે બાલતપ-અજ્ઞાનતપ કહેવાય છે. જેમ અનિશર્માએ ગુણસેન ઉપરના રોષથી ત્રણ માસ ઉપવાસ પછી માવજીવ સુધી આહારનો ત્યાગ કરી કરેલા તપથી વ્યંતરાયુષ્ય બાંધ્યું. કમઠે પરમાર્થ જાણ્યા વિના કરેલા પંચાગ્નિ તપથી મેઘમાલીનું આયુષ્ય બાંધ્યું. સારાંશ કે બાલતપ અને અકામ નિર્જરા (ભવનપતિ અને વ્યંતર રૂપ અસુરના આયુષ્યના બંધનું કારણ છે. જુઓ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org