________________
કર્મવિપાક
ચક્ષુ-અચક્ષુ દર્શનના પ્રસિદ્ધ અર્થથી ભિન્ન અર્થ વિવક્ષીને પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સમ્મતિતર્ક કાણ્ડ બીજામાં જણાવ્યું છે કે મનઃપર્યવજ્ઞાની આત્મા અચક્ષુ દર્શનથી ગ્રાહ્ય મનોવર્ગણાને દેખે છે તથા અવધિજ્ઞાની આત્મા અવધિદર્શનથી દેખે છે. કેવળજ્ઞાની આત્મા કેવળદર્શનથી દેખે છે. મતિજ્ઞાની આત્મા ચક્ષુ-અચક્ષુ દર્શનથી દેખે છે. અને શ્રુતજ્ઞાની આત્મા શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોવાથી મતિકાલે થયેલા ચક્ષુઅચક્ષુ દર્શનથી જ દેખે છે. શ્રુતજ્ઞાન કાળે વાચ્યવાચકભાવના સંબંધવાળું વિશિષ્ટજ્ઞાન હોવાથી દર્શન કહેવાતું નથી, પરંતુ શ્રુતજ્ઞાન અનિન્દ્રિયનો (મનનો) વિષય હોવાથી સમ્મતિતર્કના અનુસારે અચક્ષુદર્શનથી દેખે છે. આ પ્રમાણે ત્યાં જણાવ્યું છે.
૬૧
પ્રશ્ન- મન:પર્યવજ્ઞાની આત્મા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી કેટલા વિષયને જાણે ?
ઉત્તર- ૠમતિ દ્રવ્યથી અઢીદ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગ્રહણ કરીને મનપણે પરિણમાવેલા એવા મનોવર્ગણાના અનંતાનંત પ્રદેશોથી નિષ્પન્ન સ્કંધોને જાણે છે. વિપુલમતિ તેનાથી કંઇક વધારે સ્કંધોને અતિશય વધુ સ્પષ્ટપણે જાણે છે.
ક્ષેત્રથી ઋમતિ અધોલોકમાં અધોગ્રામ (મહાવિદેહ ક્ષેત્રમાં પશ્ચિમબાજુના ભાગમાં આવેલી ૨૪/૨૫ મી બે કુબડી વિજયો) સુધી, ઊર્ધ્વલોકમાં જ્યોતિપ્ચક્ર સુધી, અને તિર્કાલોકમાં અઢી દ્વીપ સુધીમાં રહેલા સંશી પં. જીવોના મનોગતભાવોને જાણે છે. વિપુલમતિ તે જ ક્ષેત્રને અઢી આંગળ માત્ર અધિક દેખે છે. તેમજ વધારે સ્પષ્ટ રીતે જાણે છે (મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂપર્વતથી પશ્ચિમદિશા તરફનો ભાગ ધીમે ધીમે ઢાળ પડતો ઊંડો ઊંડો થતો જાય છે. તે દિશામાં અન્તે આવેલી૨૪/૨૫ મી એમ બન્ને વિજયો સમભૂતલાના લેવલથી ૧,000 યોજન ઊંડી થઇ જાય છે. જેથી અધોલોકવર્તી કહેવાય છે. કારણ કે તિર્છાલોક ફક્ત ૯૦૦ યોજન સુધી જ ગણાય છે. તેથી તે બે વિજયોને અધોગ્રામ અથવા કુબડીવિજય પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org