________________
૬૦
પ્રથમ કર્મગ્રંથ
પ્રતિદ્રવ્યે ચાર પર્યાયો જાણે તથાપિ જઘન્યથી દ્રવ્યો અનંતા જણાતાં હોવાથી અને એકેક દ્રવ્યદીઠ અસંખ્યાતા પર્યાયો જણાતા હોવાથી જઘન્યથી પણ કુલ અનંત પર્યાયોને જાણે છે.
અવધિજ્ઞાનથી દ્રવ્ય-અને પર્યાયો અનંતા જણાય છે. માટે જધન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે તરતમતા અનંત જાતની હોવાથી અનંતા ભેદો પણ થાય છે. પરંતુ ક્ષેત્ર-અને કાળ અસંખ્યાતો જ જણાય છે. માટે તેને આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ વચ્ચે તરતમતા અસંખ્યાત જાતની હોવાથી અસંખ્યાતા ભેદો પણ થાય છે. આ પ્રમાણે અવધિજ્ઞાન સમજાવી હવે મન:પર્યવજ્ઞાન સમજાવાય છે.
અઢીદ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવાની આત્માની જે શક્તિ તે મન:પર્યવજ્ઞાન, તેના ૠામતિ તથા વિપુલમતિ એમ બે ભેદો છે. મનોગત ભાવોને વિપુલમતિની અપેક્ષાએ સામાન્યથી ગ્રહણ કરનાર જે જ્ઞાન તે ૠમતિ અને અનેક વિશેષધર્મોથી યુક્ત એવા મનોગત ભાવોને જાણનાર જે જ્ઞાન તે વિપુલમતિ.
ઋન્નુમતિ કે વિપુલમતિ એમ બન્ને પ્રકારનું મનઃપર્યવજ્ઞાન વિશેષવિશેષ ધર્મોને જ જાણનારું છે. ઋમતિ પણ સામાન્યધર્મગ્રાહી નથી. પરંતુ વિશેષધર્મગ્રાહી જ છે. ફક્ત વિપુલમતિની અપેક્ષાએ સ્વલ્પ વિશેષગ્રાહી છે અને વિપુલમતિ અધિક વિશેષગ્રાહી છે. જેમ કે આ માણસે ઘડો વિચાર્યો છે” એવું ૠામતિવાળો આત્મા જાણે છે. આ જ્ઞાનમાં ‘‘આ કંઇક વિચારે છે” એવો સામાન્ય માત્ર બોધ નથી પરંતુ ઘટવિશેષધર્મનો બોધ છે. ફક્ત અધિકવિશેષધર્મનો બોધ નથી, જ્યારે વિપુલમતિવાળો આત્મા “આ ઘટ તેણે દ્રવ્યથી માટીનો બનેલો, ક્ષેત્રથી રાજનગરાદિનો બનાવેલો, કાળથી શિશિરાદિ ઋતુમાં બનાવેલો, અને ભાવથી કૃષ્ણાદિ વર્ણવાળો, વિચાર્યો છે’’ એમ અનેક વિશેષધર્મોથી યુક્ત જાણે છે.
ઋજુમતિજ્ઞાન વિપુલમતિજ્ઞાન કરતાં સ્વલ્પવિશેષધર્મગ્રાહી હોવા છતાં પણ ‘વિશેષધર્મગ્રાહી'' છે માટે તેને દર્શન કહેવાતું નથી. જો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org