________________
કર્મવિપાક
હવે અવધિજ્ઞાન દ્વારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે જઘન્ય-ઉત્કૃષ્ટથી કેટલું જાણી શકાય? તેનું માન જણાવે છે
દ્રવ્યથી માન- અવધિજ્ઞાની આત્મા જઘન્યથી (અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા) અનંત રૂપી દ્રવ્યોને જાણે છે. અને ઉત્કૃષ્ટથી પણ અનંત રૂપી દ્રવ્યોને (સમસ્ત લોકાકાશમાં રહેલ સર્વ રૂપી દ્રવ્યોને) જાણે છે. અવધિજ્ઞાનવાળા આત્માને અવધિદર્શન પણ અવશ્ય હોવાથી સામાન્યપણે જાણે તે અવધિદર્શન અને વિશેષપણે જાણે તે અવધિજ્ઞાન કહેવાય છે. તેથી તે આત્મા સામાન્ય- વિશેષ એમ બન્નેપણે જાણે દેખે છે. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનથી જણાતાં રૂપી દ્રવ્યો અનંતગુણા હોય છે. એમ જાણવું.
૫૯
-
ક્ષેત્રથી માન - જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી સમસ્ત લોક તથા અલોકને વિષે પણ લોક જેવડા જેવડા અસંખ્યાતા ખંડુક પ્રમાણ આકાશને જાણે, દેખે. (અહીં આકાશદ્રવ્ય અરૂપી હોવાથી અવધિજ્ઞાનનો વિષય નથી. તથાપિ તે તે આકાશમાં રહેલાં રૂપી દ્રવ્યોને જ જાણે એમ અર્થ કરવો, જેથી ઉપચારે આકાશને જાણે-દેખે એમ કહેલ છે. આધાર-આધેયભાવનો અભેદ ઉપચાર સમજવો.)
કાળથી માન- જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગના કાળને, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણ-અતીતઅનાગતકાળને જાણે, દેખે. (અહીં કાળ પણ અરૂપી હોવાથી તેટલા કાળમાં બનેલા રૂપી દ્રવ્યોના પર્યાયોને જાણે એમ અર્થ સ્વયં સમજી લેવો. પરંતુ કાળને જાણે એવો અર્થ ન કરવો)
ભાવથી માન જઘન્યથી પણ અનંતા પર્યાયોને જાણે અને ઉત્કૃષ્ટથી પણ અનંતા પર્યાયોને જાણે, પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ પર્યાયો અનંતગુણા સમજવા. છતાં સમસ્ત પર્યાયો ન જાણે. પરંતુ સમસ્ત પર્યાયોના અનંતમા ભાગસ્વરૂપ એવા અનંત પર્યાયોને જાણે, જો કે એકેક દ્રવ્યના વધુમાં વધુ અસંખ્યાતા જ પર્યાયો જાણે, અને ઓછામાં ઓછા
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org