________________
૫૮
પ્રથમ કર્મગ્રંથ
(પ-૬) પ્રતિપાતી અને અપ્રતિપાતી
જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને યાવત ઉત્કૃષ્ટથી સમસ્ત લોક સુધીનું જે અવધિજ્ઞાન થાય, ત્યારબાદ તે અવધિજ્ઞાનથી તે તે રૂપી દ્રવ્યોને જોઈને સહસા ચાલ્યું જાય, વિનાશ પામી જાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. અને લોક ઉપરાંત અલોકના એક-બે આકાશપ્રદેશોને પણ જે અવધિજ્ઞાન જાણે છે તે અવધિજ્ઞાન આવ્યા પછી ચાલ્યું જતું નથી. તથા વિનાશ પામતું નથી. યાવત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સ્થિર જ રહે છે. માટે તેવા અવધિજ્ઞાનને અપ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન- હાયમાન અને પ્રતિપાતીમાં શું તફાવત?
ઉત્તર-ધીમે ધીમે ઘટતું જાય તે હીયમાન, અને એક સાથે સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતી કહેવાય છે.
પ્રશ્ન- તત્ત્વાર્થસૂત્ર ૧-૨૩ના ભાષ્યમાં અનવસ્થિત અને અવસ્થિત એવા ૨ ભેદો આ છ ભેદમાં કહ્યા છે તેનો ક્યા ભેદમાં સમાવેશ થાય છે?
ઉત્તર- અનવસ્થિત એટલે પ્રતિપાતી, અને અવસ્થિત એટલે અપ્રતિપાતી એમ શબ્દભેદ માત્ર જાણવો. અર્થભેદ નથી. કારણ કે જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન અવસ્થિત (સ્થિર) ન હોય એટલે કે આવેલું ચાલ્યું જાય તે અનવસ્થિત કહેવાય છે. પ્રતિપાતીનો પણ એ જ અર્થ છે. તથા જે અવધિજ્ઞાન પ્રગટ થયેલું ન જ ચાલ્યું જાય, સદા રહે તે અવસ્થિત કહેવાય છે. અપ્રતિપાતીનો પણ આ જ અર્થ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અથવા મરણ પર્યન્ત જે સદા રહે તે અવસ્થિત-અપ્રતિપાતી કહેવાય છે.
પ્રશ્ન-દેવ-નારકીના અવધિજ્ઞાનમાં આ છ ભેદોમાંથી કેટલા ઘટે?
ઉત્તર- અનુગામી, અને અપ્રતિપાતી એમ બે જ ભેદો હોઈ શકે છે. પરંતુ પ્રતિપક્ષી ભેદો ન હોવાથી આ ભેદોની વિવક્ષા થતી નથી, તેથી માત્ર તિર્યંચ-મનુષ્યોના અવધિજ્ઞાનના (એટલે કે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનના) જ આ છ ભેદો પાડવામાં આવ્યા છે. તેમાં પણ તિર્યંચોને અપ્રતિપાતી વિના પાંચ ભેદો હોય છે અને મનુષ્યોને છએ ભેદો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org