________________
કર્મવિપાક
પ૭
પ્રશ્ન- અલોકમાં રૂપી દ્રવ્યો તો કોઈ છે જ નહીં, પછી તેવી અવધિજ્ઞાનની શક્તિ કહેવાનો અર્થ શું? તે શક્તિની સફળતા શું?
ઉત્તર- આ ક્ષયોપશમની શક્તિનું માપ છે. જો પદાર્થ હોત તો જોઈ શકત. માત્ર ત્યાં પદાર્થ નથી એટલે કંઈ જોતા નથી. પરંતુ જોનારની શક્તિ તો છે જ. જેમ આકાશ તરફ ઉંચું જોનારી ચક્ષુની શક્તિ એવી છે કે જો તે આકાશમાં ૩૦૦/૪૦૦ ફુટવાળા ક્ષેત્રમાં કોઈ પંખી કે વિમાન ઉડતું હોત તો જોઈ શકત. ફક્ત પંખી કે વિમાન ઉડતું ન હોય તો કંઈ દેખાય નહીં. પરંતુ તેનો અર્થ એ નથી કે ચક્ષુમાં જોવાની શક્તિ નથી. તેમ અહીં પણ જાણવું.
તથા વળી જેમ જેમ દૂર દૂર ક્ષેત્ર જોવાની શક્તિ અવધિજ્ઞાનની વધતી જાય છે તેમ તેમ લોકની અંદર રહેલાં રૂપી દ્રવ્યોમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્કંધોને પણ જાણી શકે છે તથા તેના વધુ-વધુ પર્યાયોને પણ જાણે છે. અને વધારે સ્પષ્ટપણે જાણે છે. આ પ્રમાણે લોક બહારની અવધિજ્ઞાનની શક્તિ લોકની અંદરના દ્રવ્યોને વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટ જાણવાની અપેક્ષાએ ફળવાળી છે. કાળથી જોવાની શક્તિ વધતાં વધતાં વધુમાં વધુ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અસંખ્યાતી અવસર્પિણી કાળમાં બનેલા રૂપી દ્રવ્યોના પર્યાયોને જાણી શકે છે તે વર્ધમાન કહેવાય છે.
તથા ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયોને કારણે જે અવધિજ્ઞાન ઘટતું જાય તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. તે ઊર્ધ્વલોકમાં જયોતિષોના વિમાન આદિને વિષે, અધોલોકમાં રત્નપ્રભા આદિ પૃથ્વીને વિષે, અને તિથ્થુ અસંખ્યાતા દ્વીપસમુદ્રોને વિષે થયા પછી ઘટતુ ઘટતું અનુક્રમે ફક્ત અંગુલના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રગત રૂપીદ્રવ્યોને જાણનારું થાય છે. ત્યારબાદ તે સ્થિતિમાં સ્થિર પણ રહે છે અને કયારેક સર્વથા નષ્ટ પણ થાય છે. આ રીતે ઘટતા અવધિજ્ઞાનને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે.' ૧. જુઓ તસ્વાર્થભાષ્યમાં સટીક સૂત્ર ૧-૨૩, નંદીસૂત્રમાં યાવત્ સમસ્ત લોકને જોઈને પણ આ જ્ઞાન પડી જાય છે. એમ કહ્યું છે. જુઓ પૃષ્ઠ ૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org