________________
કર્મવિપાક
૯૩
વિવેચન = આ ગાળામાં અનંતાનુબંધી આદિ કષાયો પરસ્પર કેવા તીવ્ર-મંદ છે ? કયા કષાયથી કયો કષાય કેટલો બળવાન છે ? તે સમજાવવા માટે સ્કૂલ વ્યવહારથી કાળપ્રમાણતા, ગતિદાયકતા, અને ગુણઘાતકતા એમ ત્રણ પ્રકારનાં સ્વરૂપ સમજાવેલ છે.
નં. કષાયનું નામ | કાળપ્રમાણતા
ગતિદાયકતા
| ગુણઘાતકતા
અનંતાનુબંધી | માવજીવ | નરકગતિમાપકતા | સમ્યકત્વ અપ્રત્યાખ્યાનીય એક વર્ષ | તિર્યંચગતિપ્રાપકતા દેશવિરતિ
પ્રત્યાખ્યાનીય | ચાર માસ | મનુષ્યગતિમાપક્તા સર્વવિરતિ ૪| સંજ્વલન | પંદર દિવસ ! દેવગતિપ્રાપકતા | યથાખ્યાત
પ્રથમ અનંતાનુબંધી કષાય એવો તીવ્ર છે કે કોઈ એક આત્માને બીજા આત્માની સાથે થયેલ વૈમનસ્ય કે અહંકારાદિ યાવજીવ (મરણપર્યત) રહે છે. અપ્રત્યાખ્યાન કષાય પૂર્વના અનંતાનુબંધી કષાયથી કિંઈક મંદ છે. તેથી બાર માસ સુધી રહે છે. વર્ષના અંતે કરાતા સંવર્ચ્યુરી પ્રતિક્રમણ દ્વારા મિચ્છામિ દુક્કડે આપતાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણ ચાર માસે ચૌમાસી પ્રતિક્રમણ કરતાં જાય છે અને સંજ્વલન કષાય પંદર દિવસે પફખી પ્રતિક્રમણ કરતાં સકલ જીવોની સાથે ખામણાં કરતાં જાય છે. એમ એક પછી એક કષાયો મંદ છે એમ સમજાવવા આ કાલપ્રમાણતા જણાવી છે.
આ કાલપ્રમાણતા ચારે કષાયોની અરસપરસ તીવ્રતા-મંદતા જણાવવા માટે છે. પરંતુ તે તે કષાયો તેટલો તેટલો કાળ રહે એવો નિયમ નથી. કારણકે સમ્યકત્વથી વમી મિથ્યાત્વે અંતર્મુહૂર્ત રહી તુરત સમ્યકત્વ
૧. કષાયોની કાલપ્રમાણતા અને ગતિપ્રાપકતા સ્થૂલ વ્યવહારનય આશ્રયી છે. તે માટે જુઓ કર્મગ્રંથની આ ગાથાની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org