SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કર્મગ્રંથ (૩) પ્રત્યાખ્યાનાવરણ - હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ આદિ સ્વરૂપ મહાપાપોનો જે સર્વથા ત્યાગ તે સર્વવિરતિ કહેવાય છે. તેવી સર્વવિરતિ (રૂપ સર્વત્યાગ)ના પચ્ચકખાણને જે કષાય આવૃત કરે, તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. આ કષાય માત્ર સર્વત્યાગને રોકે છે પરંતુ દેશત્યાગને આવૃત કરતો નથી. તેથી દેશવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાનીય કરતાં આ કષાય મંદ છે. આ કષાયના પણ ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર ભેદ છે. (૪) સંજવલન = ==કંઈક, વન્તિ = બાળે, સંશ્વાન, સર્વવિરતિવાળા મહાત્મા મુનિને પણ ઉપસર્ગ-પરિષહાદિ આવે છતે કંઈક બાળે એટલે કંઈક દોષ યુક્ત કરે, કંઈક મલિનતા લાવે, તે સંજ્વલન, આ કષાય પ્રત્યાખ્યાનાવરણ કરતાં વધારે મદતર છે. આ કષાયના પણ ક્રોધાદિ ચાર પ્રકાર છે. એમ કષાયના કુલ ૧૬ ભેદો છે. ૧૭. હવે તે ચારે કષાયોની સ્થિતિ, અને ફળ સમજાવે છે - जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तघायकरा ॥ १८ ॥ (यावज्जीव-वर्ष-चतुर्मास-पक्षगा, नरकतिर्यग्नरामराः । सम्यगणुसर्वविरति,-यथाख्यातचारित्रघातकराः) શબ્દાર્થ - નાનીવયાવજીવ, વરિસ=એક વર્ષ, ૨૩મા ચાર માસ, પ+= પંદર દિવસ, નરય = નરકગતિ, તિરિય = તિર્યંચ ગતિ, નર = મનુષ્યગતિ અને અમર = દેવગતિ અપાવનાર, સભ્ય = સમ્યક્ત્વ, ૩y = દેશવિરતિ, સવ્વવિર = સર્વવિરતિ, માથ્વીય = યથાખ્યાત, વરિત્ત = ચારિત્રનો, વાયરા = ઘાત કરનારા છે. ગાથાર્થ = અનંતાનુબંધી આદિ ચારે કષાયો અનુક્રમે (૧) યાવજીવ, (૨) એક વર્ષ, (૩) ચાર માસ અને (૪) પંદર દિવસની સ્થિતિવાળા છે. અનુક્રમે નક-તિર્યંચ-મનુષ્ય અને દેવગતિ અપાવનારા છે. તથા અનુક્રમે સમ્યત્વનો, દેશવિરતિનો, સર્વવિરતિનો અને યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy