________________
કર્મવિપાક
૯૧
ચારિત્ર મોહનીયના બે ભેદો સમજાવી હવે તે બેમાંથી પ્રથમ કષાય મોહનીયકર્મ સમજાવે છે - ક્રોધ-માન-માયા અને લોભ આ ચારે કષાયો મન્દ, મન્દતર, મન્દતમ, તીવ્ર, તીવ્રતર, અને તીવ્રતમના ભેદથી તરતમપણે અસંખ્યાત જાતના હોય છે. પરંતુ તે અસંખ્યાત પ્રકારોનો સંક્ષેપ કરીને જ્ઞાની મહાત્માઓ આપણને ચાર પ્રકારે સમજાવે છે. ક્રોધ પણ ચાર પ્રકારે, માન પણ ચાર પ્રકારે, માયા પણ ચાર પ્રકારે અને લોભ પણ ચાર પ્રકારે છે. તેથી ૪૪૪=૧૬ ભેદો થાય છે.
(૧) અતિશય તીવ્ર ક્રોધ તે અનંતાનુબંધી. (૨) સામાન્ય તીવ્ર ક્રોધ તે અપ્રત્યાખ્યાનીય. (૩) સામાન્ય મંદ ક્રોધ તે પ્રત્યાખ્યાનીય. (૪) અતિશય મંદ ક્રોધ તે સંજવલન એ જ પ્રમાણે માન-માયા-લોભ પણ ચાર પ્રકારે છે.
(૧) અનંતાનુબંધી - અનંત સંસારનો અનુબંધ કરાવે એવો અતિશય તીવ્રતર જે કષાય તે અનંતાનુબંધી. આ કષાય સૌથી વધારે તીવ્ર છે. આ કષાયનું બીજું નામ સંયોજના કષાય પણ છે. સંયોજન એટલે જોડવું. જે કષાય આત્માને અનંત સંસારની સાથે જોડે તે સંયોજના, તેના ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકાર છે.
(૨) અપ્રત્યાખ્યાનીય :- સ્વલ્પ પચ્ચકખાણ પણ જે કષાયથી ન થાય, દેશવિરતિના પરિણામને પણ જે અટકાવે, ત્યાગના પરિણામ આવવા જ ન દે તે અપ્રત્યાખ્યાનીય, અહીં પ્રત્યાખ્યાન શબ્દ અલ્પ પ્રત્યાખ્યાન અર્થમાં છે. અને આ નિષેધ અર્થમાં છે. સ્વત્વમા પ્રત્યારોનવૃિધ્વતિ = અલ્પ પણ પચ્ચકખાણને જે આવૃત કરે તે અર્થાત્ જેના ઉદયથી પચ્ચક્ખાણનો સર્વથા અભાવ જ હોય, અલ્પ પણ પચ્ચક્ખાણ ન થાય તે અપ્રત્યાખ્યાનીય કષાય. આ કષાયનું બીજું નામ અપ્રત્યાખ્યાનાવરણ પણ છે. આ કષાય અનંતાનુબંધી કરતાં કંઈક અંશે મંદ-મંદતર છે. તેના ક્રોધાદિ ચાર ભેદો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org