SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પ્રથમ કર્મગ્રંથ સંસાર, જન્મ-મરણ, ભવોની પરંપરા, આય એટલે લાભ, વૃદ્ધિ, જેનાથી જન્મ-મરણોની વૃદ્ધિ થાય, ભવની પરંપરા વધે તે કષાય કહેવાય છે. ક્રોધ - આવેશ, ગુસ્સો, કોપ, તિરસ્કાર, અપમાન. માન - અહંકાર, અભિમાન, મોટાઈ, આત્મપ્રશંસા. માયા - છળ, કપટ, છેતરપિંડી, બનાવટ, પ્રપંચ, હૈયામાં જુદા ભાવ અને હોઠમાં જુદા ભાવ તે. લોભ - આસક્તિ, મમતા, મૂછ, અસંતોષ, વાસના, પ્રીતિ. આ ચારે કષાયોના અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર ચાર ભેદો હોવાથી ૪૪૪=૧૬ કષાયો થાય છે. કષાયોની સાથે રહેનારા હાસ્યાદિ નવને નોકષાય કહેવાય છે. તેના નવ ભેદો છે. અહીં નો શબ્દ સાહચર્ય અને પ્રેરણા અર્થવાચી છે. कषायसहवर्तित्त्वात्, कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता, नोकषायकषायता ॥ હાસ્યાદિ નવને કષાયોના સહચારી હોવાથી તથા કષાયોને પ્રેરણા કરનાર હોવાથી “નોકષાય” રૂપ કષાયતા કહેલી છે. જેમ ચોરી કરનારા એવા ચોરની સાથે રહેનારો ચોરી ન કરતો એવો પુરુષ તેની ચોરીની ક્રિયા વખતે સાથે રહેતો છતો તથા તે ક્રિયામાં પ્રેરક બનતો છતો ચોર કહેવાય છે. તેવી રીતે આ હાસ્યાદિ નવ પ્રકૃતિઓ કષાયોની સાથે રહી છતી પરંપરાએ કષાયોને લાવનાર, સહાય કરનાર છે માટે નોકષાયાત્મક એવી કષાયતા કહેલી છે. આ નવ નોકષાયો અનંતાનુબંધી આદિ પ્રથમના બાર કષાયોના સહવર્તી છે. પરંતુ સંજવલનના સહવર્તી નથી કારણ કે પ્રથમના બાર કષાયો ગયે છતે તુરત જ નવા નોકષાયોનો અંત આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy