________________
પ્રથમ કર્મગ્રંથ પામે એવો મિથ્યાત્વગુણઠાણાનો જઘન્ય અંતર્મુહૂર્ત કાળ આવે છે. એટલે અનંતાનુબંધી અંતર્મુહૂર્ત પણ રહે છે. તથા અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણું પૂર્વાપરના મનુષ્યભવો સાથે અનુત્તરવાસી દેવોને ૩૩ સાગરોપમથી કંઈક
અધિક કાળ રહે છે તેથી અપ્રત્યાખ્યાનીય કષાય તેટલો કાળ પણ રહે છે. દેશવિરતિ ગુણઠાણાનો કાળ દેશોનપૂર્વક્રોડ વર્ષ છે. ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય નિયમા હોય છે. તેથી પ્રત્યાખ્યાનાવરણ તેટલો કાળ હોઈ શકે છે. તેવી જ રીતે છઠ્ઠા-સાતમા ગુણઠાણાનો કાળ (વચ્ચે બીજાં ગુણઠાણાંઓને સ્પર્ધા વિના) દેશોનપૂર્વક્રોડ સુધી હોય છે તેથી સંજ્વલન કષાય પણ તેટલો કાળ હોઈ શકે છે. બાહુબલી મુનિને સંજ્વલન માન દીર્ઘકાળ પણ હતું. માટે આ બધી ચર્ચા લક્ષ્યમાં લેતાં ચારે કષાયોનું જે આ કાલપ્રમાણ છે તે સ્થૂલવ્યવહાર નયની દૃષ્ટિએ તીવ્ર-મંદતા સૂચવનારૂં છે. પરંતુ તે તે કષાયો તેટલો તેટલો કાળ રહે જ, અથવા તેટલો તેટલો કાળ જ ૨હે એમ ન સમજવું.
૯૪
તથા અનંતાનુબંધી કષાય એવો તીવ્ર છે કે નરકગતિ અપાવે, અપ્રત્યાખ્યાનીય આદિ કષાયો તેનાથી કંઈક કંઈક મંદ-મંદ છે, જે અનુક્રમે તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિ અપાવે છે. આ પણ સ્થૂલવ્યવહાર નયને આશ્રયીને તીવ્ર-મંદતા જણાવવા માટે જ પ્રતિપાદન કરેલું છે. અન્યથા પહેલા ગુણઠાણે વર્તતા અનંતાનુબંધી કષાયના ઉદયવાળા અભવ્ય જીવો વૈમાનિક દેવલોકમાં અને નવ પ્રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. આવા પ્રકારનું જે શાસ્ત્રવચન આવે છે. તે વચન ઘટે નહીં.
આ ચારે કષાયો અનુક્રમે સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-અને યથાખ્યાત ગુણનો ઘાત કરે છે. આ વચન માત્ર સ્થૂલવ્યવહારનયથી નથી પરંતુ નિશ્ચયનયથી છે. કારણ કે તે તે કષાયોના ઉદયકાળે ઘાત્ય એવા તે તે ગુણો અંશથી પણ પ્રાપ્ત થતા નથી. છતાં તેમાં પણ એટલું સમજવું જરૂરી છે કે અનંતાનુબંધી આદિ ત્રણ કષાયોનો રસોદય માત્ર જ તે તે ગુણોનો ઘાતક છે. પ્રદેશોદય તે તે ગુણોનો થાત કરી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org