SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રથમ કર્મગ્રંથ • વળી દેખાય એ જ પ્રમાણ મનાય અને ન દેખાય તે જો ન હોય તો આપણા-ત્રણ-ચાર પેઢી ઉપરના વડીલોને આપણે કોઈએ જોયા નથી. તેથી આપણે “તેઓ પણ ન હતા” એમ જ માનવું રહ્યું પરંતુ એ જેમ નથી મનાતું. જોયા નથી તો પણ જીવંત વડીલોના કથનથી અતીત વડીલોને ન જોયા હોવા છતાં સ્વીકારીએ છીએ. તેમ સર્વજ્ઞમહાત્માઓના વચનથી આપણને ન દેખાય તો પણ દેવ-નારકી છે એમ સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે આયુષ્યકર્મ સમજાવી હવે નામકર્મ સમજાવે છે. તેના-૪૨-૯૩-૧૦૩-૬૭ એમ ચાર પ્રકારે ભેદો થાય છે. જે આગળ ગાથાઓમાં સમજાવાય જ છે. આ કર્મ ચિતારા જેવું છે. જેમ ચિતારો રંગ-બેરંગી ચિત્રો ચિત્ર છે. કોઈ એક ચિત્ર બીજા ચિત્રની સાથે મળતું ન જ આવે તે રીતે ચિત્રી જાણે છે. તે જ રીતે આ નામકર્મ પણ માણસે માણસે, અને પશુએ પશુએ જુદા જુદા આકારો ચિત્રી જાણે છે. તેથી જ લાખો માનવીઓનાં પણ મોઢાં જુદાં જુદાં જ દેખાય છે. કોઈ પણ માણસ લાખો માનવામાં પણ પોતાના માણસને મોઢાના આકાર ઉપરથી ઓળખી શકે છે. માટે આ નામકર્મ ચિતારા જેવું છે. ૨૩. હવે તે નામકર્મના પ્રથમ ૪ર ભેદ સમજાવે છે. -ના-તણુ-, વંથ-સંપાય સંયUTI સંd-avor-ib--છાપ-પુષ્ય-વિધાર્ડ રજા (તિ-જ્ઞાતિ-તન-૩પનિ -વંદન-પાતનાનિ સંદરનાનિં. સંસ્થાન-વ-પ-રસ- -ભાનુપૂર્વી- વિત:) શબ્દાર્થ:- = ગતિ, નાડું = જાતિ, તy = શરીર, વંn = અંગોપાંગ, વંધr = બંધન, સંધાયાણિ = સંઘાતન, સંધયણ = સંઘયણ, સંતાન = સંસ્થાન, વM = વર્ણ, ગંધ = ગંધ, રસ = રસ, પાસ = સ્પર્શ, અજુપુષ્યિ = આનુપૂર્વી, વિસા = વિહાયોગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy