________________
કે ૨૨૮ :
પ્રથમ કર્મગ્રંથ
૨. પ્રશ્નઃ કર્મો જો આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરવત એકમેક થૈયા છે તો એનો અર્થ એ થશે કે એ તાદાસ્યુ પામેલા છે. ને તો પછી એનો ક્યારે ય વિયોગ જ થઇ શકશે નહીં. એટલે કર્મોને સર્વાત્મપ્રદેશો સાથે ચોંટેલા ન માનવા જોઈએ, પણ સાપને જેમ કાંચલી માત્ર ઉપરથી સ્પર્શીને રહી હોય છે તેમ આત્મપ્રદેશોની ઉપલી સપાટી પર કર્મો ચોંટીને રહ્યા હોય છે એવું માનવું જોઇએ.
ઉત્તરઃ સાતમા નિહ્નવ ગોષ્ઠામાહિલનો આવો જ મત હતો, પણ એ બરાબર નથી. કર્મના જે મિથ્યાત્વાદિ (અધ્યવસાયાદિ) કારણો છે તે સર્વાત્મપ્રદેશોએ હોવાથી તેમજ કર્મના કાર્યરૂપ અજ્ઞાન-પીડા વગેરે પણ સર્વાત્મપ્રદેશોએ પ્રવર્તતા હોવાથી કર્મને પણ સર્વાત્મપ્રદેશો સાથે સંબદ્ધ માનવા આવશ્યક છે.
છતાં ક્ષીર-નીર કે કંચનોપલને જેમ ઉચિત સામગ્રીથી વિખૂટા પાડી શકાય છે, તેમ કર્મોને મિથ્યાત્વાદિના વિપક્ષભૂત સમ્યકત્વાદિથી વિખૂટા પાડી શકાય છે.
૩. ગ્રન્થકારે પ્રથમ ગાથામાં “કર્મ' શબ્દની જે વ્યુત્પત્તિ આપી છે કે “જીવ વડે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કરાય છે માટે કર્મ કહેવાય છે' એનો વિચાર કરીએ.
જેમ કુંભાર દંડ-ચક્ર વગેરે હેતુઓ દ્વારા મૃપિંડને ઘડામાં રૂપાંતરિત કરે છે તો ઘડો એની ક્રિયાનું કર્મ (દ્વિતીયા-કારક) કહેવાય છે, તેમ જીવ મિથ્યાત્વ વગેરે હેતુઓ દ્વારા કાર્મણવર્ગણાના મુદ્દગલોને કર્મ' માં રૂપાંતરિત કરે છે. તેથી “કર્મ જીવની ક્રિયાનું દ્વિતીયા-કારક (કર્મ) હોવાથી “કર્મ' કહેવાય છે. અભવ્યજીવોથી અનંતગુણ અને સિદ્ધપરમાત્માના અનંતમા ભાગે જે અનંત આવે એટલા અનંતપરમાણુઓથી બનેલા તથા આત્મપ્રદેશો જે આકાશપ્રદેશોમાં રહેલા હોય તે જ આકાશપ્રદેશોમાં બંધ સમયે સ્થિર રહેલા એટલે કે (અન્યત્રથી આવતા ગતિશીલ નહીં એવા) અસંખ્ય આકાશપ્રદેશની અવગાહનાવાળા કાર્મણવર્ગણાના કંધોને જીવ કર્મ તરીકે ગ્રહણ કરે છે.
જેમ મૃપિંડમાં કંબૂઝીવાદિ આકાર-જળાહરણાદિનું સામર્થ્ય વગેરે પરિણામો હોતા નથી, ને એ પરિણામો એમાં પેદા કરવા એ જ એને ઘડામાં રૂપાંતરિત કરવા બરાબર છે, એમ જ્યાં સુધી કાર્મણવર્ગણાના સ્કંધો આકાશમાં રહેલા છે, ત્યાં સુધી એમાં જ્ઞાનનું આવરણ કરવું, આત્મા પર અમુક કાળ ચોંટી રહેવું વગેરે પરિણામો હોતા નથી, પણ જે સમયે જીવ આ સ્કંધોને આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરવત કે લોહાનિવત્ એકમેક કરે છે એ જ સમયે આ સ્કંધોમાં જ્ઞાનનું આવરણ કરવું, આત્મા પર અમુક કાળ સુધી ચોંટી રહેવું, વગેરે ચાર પ્રકારના વિંશિષ્ટ પરિણામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org