________________
કર્મવિપાક
૨૨૯
,
પેદા કરે છે. આ પરિણામો પેદા કરવા એ જ કાર્મણવર્ગણાના પગલોને કર્મમાં રૂપાંતરિત કરવા બરાબર છે. ને જ્યારે આ પરિણામો એ પુદ્ગલોમાંથી પાછા નીકળી જાય છે ત્યારે એ સ્કંધો આત્મપ્રદેશોથી છૂટા પડી જાય છે ને પાછા કાર્મણવર્ગણામાં ભળી જાય છે. આને કર્મની નિર્જરા થઈ કહેવાય છે. હવે એ પુગલોને “કર્મ' કહેવાતા નથી, પણ “કાર્મણવર્ગણાના સ્કંધો' જ કહેવાય છે. આત્મા પર કર્મ તરીકે ચોંટેલા આ પુદ્ગલોમાં જ્ઞાનનું આવરણ કરવું, દર્શનનું આવરણ કરવું, સુખ આપવું વગેરે સ્વભાવ (=પ્રકૃતિ) જે પેદા થાય છે એ “પ્રકૃતિબંધ કહેવાય છે. આત્મા પર ૩૦ ક. કો. સાગરોપમ સુધી ચોંટી રહેવું. ૪૦ કો. કો. સાગરોપમ સુધી ચોંટી રહેવું વગેરે અમુક કાળ સુધી ચોંટી રહેવાનો જે પરિણામ પેદા થાય છે એ ‘સ્થિતિબંધ' કહેવાય છે. એમ ઉદયકાળે આત્મા પર પોતાની અસર કેવી તીવ્ર કે મંદ બતાવવી એનો જે પરિણામ પેદા થાય છે એ “સબંધ” યા “અનુભાગબંધ” કહેવાય છે, ને તે તે પ્રકૃતિના ભાગે જે દલિક જથ્થો નિશ્ચિત થાય છે એ “પ્રદેશબંધ' કહેવાય છે. આમ ચાર પ્રકારે કર્મબંધ થાય છે.
આ ચાર પ્રકારના બંધમાંથી પ્રતિબંધ અને પ્રદેશબંધ યોગના કારણે થાય છે અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયોથી થાય છે. જેમ યોગ વધુ, એમ વધુ કર્મ દલિકો આત્માને ચોંટે છે. જેમ કષાયો વધુ એમ સ્થિતિબંધ અધિક થાય છે. (જેમ લાડવાને બનાવતી વખતે પૂરતી ગરમીથી બરાબર શેક્યો હોય તો એ લાંબો કાળ ટકે છે. કષાયો પણ આગતુલ્ય છે તથા જેમ કષાયો (=સંલેશ) વધુ તેમ અશુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે ને શુભ પ્રકૃતિઓનો રસ મંદ બંધાય છે. એનાથી વિપરીત, જેમ કષાયો મંદ (કવિશુદ્ધિ વધુ) તેમ અશુભનો રસ ઓછો બંધાય છે ને શુભનો રસ તીવ્ર બંધાય છે.
૪. પૂ. આચાર્યવર્ય શ્રી મલયગિરિ સૂરિ મહારાજે ધર્મસંગ્રહણીની વૃત્તિમાં આઠ કર્મો જ્ઞાનાવરણ-દર્શનાવરણ વગેરેના ક્રમનું કારણ નીચે મુજબ જણાવ્યું છેઆત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપવાળો છે. એમાંથી પણ સર્વલબ્ધિઓ જ્ઞાનોપયોગમાં પ્રાપ્ત થતી હોવાથી જ્ઞાન મુખ્ય છે. માટે એને આવરનાર જ્ઞાનાવરણ સૌ પ્રથમ કહ્યું છે. પછી સ્થિતિનું ને ઉપયોગ-ઘાતકત્વનું સામ્ય હોવાથી દર્શનાવરણ. પછી સ્થિતિનું સામ્ય હોવાથી તેમજ સયોગી કેવલી સુધી બંધાતું હોવાથી વેદનીય. પછી સર્વાધિક સ્થિતિ ધરાવતું હોવાથી મોહનીય. પછી સર્વકર્મના આધારભૂત હોવાથી આયુષ્ય, પછી સર્વાધિક ઉત્તર પ્રવૃતિઓવાળું હોવાથી નામકર્મ. પછી સમાન સ્થિતિવાળું હોવાથી ગોત્ર. છેલ્લે બાકી રહી ગયું હોવાથી અંતરાયકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org