________________
પરિશિષ્ટઃ કેટલીક વિશેષ વાતો
- મુનિ અભયશેખરવિજય ગણી. ૧. પ્રશ્ન : જીવને સર્વપ્રથમ કર્મો કયારે ચોંટ્યાં?
ઉત્તર: જેમ જીવ અનાદિકાળથી છે તેમ કર્મો પણ (પ્રવાહથી) અનાદિકાળથી એને વળગ્યાં છે. એટલે કે જીવ પહેલાં કર્મશૂન્ય-શુદ્ધ હતો ને પછી સૌ પ્રથમ કર્મ એને વળગ્યું, ને પછી કર્મોની પરંપરા ચાલી એવું નથી. આવું એટલા માટે ન માની શકાય કે જો એ પહેલાં આત્મા શુદ્ધ-અમૂર્ત હોય તો પછી એને ક્યારેય કર્મો ચોંટી શકે નહીં કે એનું સંસારમાં પરિભ્રમણ થઈ શકે નહીં. રાગ-દ્વેષ (મિથ્યાત્વાદિ) હેતુઓ ન હોવા છતાં જો શુદ્ધ આત્મા-પર કર્મો ચોંટવાનું માનશો તો સિદ્ધના જીવોને પણ કર્મો ચોંટવાનું ને તેથી એમને પુનઃ સંસાર-બ્રમણ હોવાનું માનવું પડે અને તો પછી એકવાર સર્વ કર્મ મુક્ત થઈ ફરી પાછા સંસારનાં દુઃખો ભોગવવાના ઊભા રહેવાના હોય તો શાશ્વત સુખમય મોક્ષ જે કહેવાય છે તેમાં અશ્રદ્ધા થઈ જાય. તેમજ જેનો અંત આવે એવું સુખ તો સંસારમાં પણ મળતું હોવાથી, ને મોક્ષસુખ પણ એવું જ થઈ જવાથી એ માટે તપત્યાગ-કઠોર સાધનામય દીક્ષાજીવન નિરર્થક બની રહેશે, ને તેથી સાધનાના પ્રતિપાદક ગ્રન્થો પણ (ને તેથી પ્રસ્તુત ગ્રન્થ પણ) નિષ્ઠયોજન બની જશે. આવા બધા દોષો ઊભા ન થાય માટે શુદ્ધ આત્માને કયારે ય કર્મો ચોંટી શક્તા નથી, એમ માનવું આવશ્યક છે. ને તેથી સંસારી આત્મા પૂર્વે કયારે ય શુદ્ધઃકર્મમુક્ત હતો નહીં એમ માનવું આવશ્યક છે. તેથી જીવને કર્મનો સંયોગ પ્રવાહથી અનાદિ માનવો પડે છે.
કર્મ-જન્મ-શરીર-ઇન્દ્રિયો-વિષયોમાં પ્રવૃત્તિ-રાગદ્વેષ અને કર્મ... આ પ્રમાણે ચક્ર ચાલે છે. *
જુનું કર્મ છે માટે જન્મ લેવો પડે છે. જન્મ થાય એટલે શરીર મળે, શરીર સાથે ઇન્દ્રિયો આવે જે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. વિષય-પ્રવૃત્તિથી રાગ દ્વેષ થાય છે, જેના કારણે ફરીથી નવાં કર્મો બંધાય છે ને આ પરંપરા ચાલુ રહે છે.
કર્મોથી મુક્ત થવા માટે આ પરંપરા તોડવી જોઈએ. આમાંથી જીવના હાથમાં (૧) અનાવશ્યક એવી વિષય-પ્રવૃત્તિનો ત્યાગ ને (૨) આવશ્યક એવી વિષય-પ્રવૃત્તિમાં રાગ-દ્વેષનો નિગ્રહ આ.બે બાબતો છે ને તેથી પ્રભુએ રાગ-દ્વેષ પર, વિજય મેળવવાની આજ્ઞા ફરમાવી છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org