________________
કર્મવિપાક
થાય છે તેવી જ રીતે આ માયા ત્યજવી વધારે દુષ્કર છે. માટે તીવ્રતર કહેવાય છે.
(૧૨) અનંતાનુબંધી માયા કઠણ વાંસના મૂલસમાન છે. ધરતીમાં ઉગેલા વાંસના મૂલ ઘણાં મજબૂત અને અતિવક્ર હોય છે. તે કેમે કરી સરળ કરી શકાતાં નથી, બહુ ખેંચવા જતાં તૂટી જાય, પરંતુ વક્રતા ન છોડે, તેવી જ રીતે કદાચ મૃત્યુ થઈ જાય, પરંતુ આ અનંતાનુબંધીની માયા કોઈ પણ રીતે દૂર કરી શકાતી નથી. માટે તીવ્રતમ છે. આ રીતે આ ચારે માયા પરસ્પર મંદ-તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ છે.
(૧૩) લોભ આત્માને ઉપરક્ત = રંજિત કરે છે. માટે તેને સમજાવવા રંગની ઉપમા આપી છે. સંજવલન લોભ હળદરના રંગ સરખો છે. જેમ હળદરનો રંગ સાબુથી ધોઈ તડકામાં સુકવતાની સાથે જ ઉડી જાય છે તેમ સંજ્વલન લોભ = (આસક્તિ-મૂછ) જ્ઞાની ગુરુનો યોગ થતાં જલ્દી ચાલ્યો જાય છે. માટે બીજા ત્રણ પ્રકારના લોભ કરતાં મંદ છે.
(૧૪) પ્રત્યાખ્યાનાવરણનો લોભ કાજળ જેવો છે. જેમ આંખમાં આંજવાના કાજળનો રંગ કપડા ઉપર લાગ્યો હોય તો જલ્દી જતો નથી પરંતુ કષ્ટ કરીને જાય છે તેમ આ લોભ કષ્ટ જાય છે. માટે તીવ્ર છે.
(૧૫) અપ્રત્યાખ્યાનીય લોભ કાદવ જેવો છે. જેમ ગાડાના પૈડામાં વચ્ચે નખાતા તેલથી બનેલો ચીકણો કાળો મેલ અથવા ગટર આદિના કચરાનો કાળો મેલ બહુ જ ચીકણો કાળો હોય છે. તેના ડાઘ મહાકરે જાય છે તેમ અપ્રત્યાખ્યાનીય લોભ ઘણા પ્રકારના પ્રયત્નોથી જાય છે માટે બીજા કષાયો કરતાં તીવ્રતર છે.
(૧૯) અનંતાનુબંધી લોભ કરમજીના રંગ જેવો છે. જેમ કીરમજી એટલે મજીઠનો રંગ બહુ જ પાકો ગણાય છે, તે લાગ્યા પછી કેમે કરી જતો નથી. તેની જેમ અનંતાનુબંધી લોભ મજીઠના રંગ જેવો તીવ્રતમ છે. કપડું ફાટી જાય, પરંતુ મજીઠનો રંગ ન જાય. તેમ માણસ મરી જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org