________________
પ્રથમ કર્મગ્રંથ
(૭) અપ્રત્યાખ્યાનીય માન હાડકાં સમાન છે. જેમ હાડકું બહુ પ્રકારના વિવિધ ઉપાયો અજમાવવાથી મહાકષ્ટ વળે છે. તેમ અપ્રત્યાખ્યાનીય માનવાળો આત્મા ઘણું ઘણું સમજાવવાથી મહાકષ્ટ વળે છે માટે તીવ્રતર છે.
(૮) અનંતાનુબંધી માન પત્થરના થાંભલા સમાન છે. જેમ પત્થરનો થાંભલો ગમે તેટલા ઉપાયો કરો તો પણ કોઈ રીતે નમતો નથી, બહુ જોર કરો તો કદાચ તૂટી જાય, પરંતુ નમે તો નહીં જ, તેવી જ રીતે આ માનવાળો આત્મા મૃત્યુ પર્યન્ત પોતાનું માન છોડતો નથી. વટની ખાતર ફનાફાતીયા થઈ જાય, અરે પ્રાણો પણ ન્યોચ્છાવર કરી નાખે, પરંતુ વટ ન છોડે, નમે નહી માટે મહા તીવ્રતમ છે. આ રીતે સંજવલન આદિ ચારે પ્રકારના માન પરસ્પર મંદ-તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ છે.
(૯) સંજ્વલન માયા વાંસના છાલ સરખી છે. માયાનો સ્વભાવ વક્રતા-કુટિલતા છે. તેથી હવેનાં ચારે દૃષ્ટાંતો વક્રતા ઉપરનાં છે. જેમ રંધાથી છોલાતા વાંસની છાલ રંધામાં જે એકઠી થાય છે તે છાલમાં વક્રતા હોય છે. પરંતુ હાથમાં લઈને તેને સીધી કરવામાં આવે તો તુરત જ તે સીધી થઈ જાય છે. તેમ આ માયા મંદપ્રકૃતિવાળી હોવાથી સજ્જન માણસો વડે સમજાવાતાં તુરત જ દૂર થઈ જાય છે. અને સરળતા આવી જાય છે. માટે મંદ છે.
(૧૦) પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રિકા સમાન છે. જેમ ગાડે જોડેલો બળદ ચાલતાં ચાલતાં રસ્તામાં મૂત્રધાર કરે છે. અને શરીર ગતિશીલ હોવાથી તે ધારા વક્રતાવાળી થાય છે. પરંતુ તેની પાછળ રેતી ધરસે ત્યારે અથવા લાંબાકાળે પવન આવે ત્યારે તે વક્રતા નાશ પામે છે તેમ આ માયા લાંબા કાળે જાય છે. તેથી તીવ્ર છે.
(૧૧) અપ્રત્યાખ્યાનીય માયા ઘેટાના શીંગડા જેવી છે. જેમ ઘેટાના શિંગડાની વક્રતા કોઈ રીતે નષ્ટ કરવી સુકર નથી, મહાકષ્ટ દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org