________________
કર્મવિપાક
(૩) અપ્રત્યાખ્યાનય ક્રોધ માટીની રેખા સમાન છે. જેમ ગામડાના તળાવની માટીમાં ચોમાસાનો વરસાદ આવવાથી માટી પીગળી જાય છે. પરંતુ ભાદરવા મહિનાના તડકાથી તે જ માટી સુકાઈ જાય છે ત્યારે તે માટીમાં તિરાડ પડે છે. તે તિરાડ જલ અને રેતીની રેખાની જેમ પવન આદિ વડે જલદી પૂરાતી નથી. પરંતુ બારે મહીને જ્યારે ફરીથી વરસાદ આવે છે ત્યારે જ વરસાદના પાણીથી માટી પીગળવાથી તે તિરાડ પૂરાય છે તેમ અપ્રત્યાખ્યાનીય ક્રોધથી થયેલ તિરાડ પ્રત્યાખ્યાનાવરણના ક્રોધથી કંઈક અધિક કાળે પૂરાય છે.
(૪) અનંતાનુબંધી ક્રોધ પત્થરની રેખા (પર્વતની રેખા) સમાન છે. પર્વતની શીલાઓમાં પડેલા ફાટ જેમ કેમે કરી કોઈ કાળે પૂરાતા નથી. તેમ અનંતાનુબંધી ક્રોધથી પડેલા ફાટ મરણપર્યત અથવા ભવાન્તરે પણ અગ્નિશર્માની જેમ કેમે કરી પૂરાતા નથી. આ રીતે આ ચારે ક્રોધ કષાયો ક્રમશઃ મંદ-તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ છે.
(૫) સંજ્વલન માન નેતરની સોટી સમાન છે. માન હંમેશાં અનમનશીલ છે. કોઈને નમવું નહીં એ જ માનનો સ્વભાવ છે. તેથી માનના ચારે દષ્ટાંતોમાં નમવા અને ન નમવાના ભાવવાળાં ચાર દષ્ટાંતો આપે છે. જેમ નેતરની સોટી સુખે સુખે નમાવી શકાય છે તેમ જે આત્મા કંઈક થોડુંક જ સમજાવતાં પોતાની અક્કડતા ત્યજી દે છે. તે આત્માનું માન સંજ્વલનમાન કહેવાય છે. તેથી તે નેતરની સોટી જેવો હોવાથી મંદ કહેવાય છે.
(૬) પ્રત્યાખ્યાનીય માન કાષ્ઠની સોટી જેવો છે. જેમ લાકડું નેતર કરતાં કઠીન હોવાથી તુરત નમાવી શકાતું નથી. પરંતુ પાણીમાં પલાળી પોચું કરી પગના ઢીંચણે ભીડાવી મુશીબતે વાળી શકાય છે તેમ આ માન મુશ્કેલીથી ત્યજાય છે. માટે આ પ્રત્યાખ્યાનીય માન સંજ્વલનમાન કરતાં તીવ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org