SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૩૧ તેજોવર્ગણાનાં પુદ્ગલોનું જ શરીર બનાવી સામેના જીવ ઉપર મુકવામાં આવે છે. તેને અનુક્રમે તેજલેશ્યા અને શીતલેશ્યા કહેવાય છે. આ શરીર પણ લબ્ધિ પ્રત્યયિક છે. કોઈક જીવોને જ થાય છે. તે જોવર્ગણાનું બનેલું છે. (૫) કર્મણવર્ગણાનું બનેલું જે શરીર તે કાર્મણશરીર. એકભવથી બીજા ભવમાં જતા જીવને આ તૈજસ-કાર્પણ બે શરીરો હોય છે. બાકીના ત્રણે શરીરોનો ત્યાગ થાય છે. વિગ્રહ ગતિમાં જતો જીવ આ બે શરીરોવાળો છે. તેનાથી જ સંસારી કહેવાય છે તથા પરભવમાં ગયા પછી આ બે શરીરોના કારણે જ ઔદારિકાદિ અન્ય શરીરોની પ્રાપ્તિ થાય છે. આ કાર્મણશરીર પોતે આઠ કર્મ રૂપ છે અને કાર્મણશરીરનામકર્મ એ કાર્મણશરીરની પ્રાપ્તિમાં કારણ છે. આ પ્રમાણે ૪ પ્રકારની ગતિ, ૫ પ્રકારની જાતિ, અને પ પ્રકારનાં શરીરોને અપાવનારાં નામકર્મો પણ અનુક્રમે ૪-૫-૫- પ્રકારનાં છે. એમ ત્રણ પિંડપ્રકૃતિઓ સમજાવી. ૩૩. હવે અંગોપાંગ નામકર્મ સમજાવે છે - વાહૂ-િિલિર-૩૫, ૩-૩યંગ-અંગુત્રી-પપુ ! सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंमाणि ॥३४॥ (बाहूरू-पृष्टिः-शिर-उर, उदरमङ्गानि उपाङ्गान्यङ्गुलिप्रमुखानि । शेषाण्यङ्गोपाङ्गानि प्रथमतनुत्रिकस्योपाङ्गानि ) શબ્દાર્થ - વાક્ = બે ભૂજા, ૩= બે સાથળ, પિટ્ટિ = પીઠ, સિર = માથું, ૩૨ = હદય-છાતી, ૩યર = ઉદર-પેટ, સં = આ આઠ અંગો છે. ૩વં = ઉપાંગો, મંત્રી = આંગળી, પમુહી = વિગેરે, સેસી = બાકીના, ગંગોવં = અંગોપાંગો કહેવાય છે, પઢમંતy = પ્રથમનાં શરીરો, તિરસ = ત્રણને, સર્વાળિ = આ અંગોપાંગો હોય છે. ગાથાર્થ = બે ભૂજા, બે સાથળ, પીઠ, મસ્તક, હૃદય અને ઉદર આ આઠ અંગો કહેવાય છે. આંગળી વિગેરે ઉપાંગો કહેવાય છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy