________________
૧૩૨
પ્રથમ કર્મગ્રંથ
બાકીના (રેખા વિગેરે) અંગોપાંગ કહેવાય છે. પ્રથમના ત્રણ શરીરોમાં જ આ અંગ-ઉપાંગ અને અંગોપાંગ હોય છે. ૩૪.
વિવેચન = શરીરના મુખ્ય મુખ્ય જે અવયવો તે અંગ કહેવાય છે. તે અંગ આઠ છે. (૨) ભૂજા-હાથ, (૨) સાથળ-પગ, (૧) પીઠ, (૧) મસ્તક, (૧) છાતી-હદય, (૧) ઉદર-પેટ, એમ આ આઠ અવયવો શરીરના મુખ્ય ભાગો હોવાથી તે આઠને અંગ કહેવાય છે.
અંગના જે પેટા અવયવ તે ઉપાંગ કહેવાય છે. જેમ કે હાથ એ અંગ છે. તેના પેટા અવયવ રૂપ આંગળીઓ તે ઉપાંગ. પગ એ અંગ છે. તેના પેટાઅવયવ રૂપ પગની આંગળીઓ, ઢીંચણ, તે ઉપાંગ. પીઠ એ અંગ છે. તેના પેટાઅવયવ રૂપ મણકા તે ઉપાંગ, એમ સર્વત્ર સમજવું. - ઉપાંગના જે પેટા-અવયવ તે અંગોપાંગ કહેવાય છે. જેમ કે આંગળીઓ તે ઉપાંગ છે. તેની રેખાઓ, વેઢાઓ તે અંગોપાંગ. તેવી જ રીતે નખ, રોમરાજી વિગેરે અંગોપાંગ કહેવાય છે. આ અંગ-ઉપાંગ-અને અંગોપાંગ માત્ર ઔદારિક વૈક્રિય અને આહારક એમ ત્રણ શરીરોમાં જ હોય છે. તૈજસ-કાશ્મણ શરીરોમાં હોતાં નથી. કારણકે તૈજસ-કાશ્મણને સ્વતંત્ર સંસ્થાન (આકાર) હોતો નથી. આ ત્રણ શરીરો પ્રમાણે આત્મપ્રદેશો આકાર ધારણ કરે છે. અને આત્મપ્રદેશો સાથે તૈજસ-નર્મણ વ્યાપ્ત થયેલું હોવાથી તેના જ આકારે બને છે. તેથી તેનું ખાસ વિશિષ્ટ સંસ્થાન કહેવાતું નથી. જેમ ઘડામાં નાખેલું પાણી ઘડાના આકારે બને છે અને થાળમાં ઠારેલું પાણી થાળના આકારે બને છે માટે પાણીનો પોતાનો ખાસ કોઈ આકાર નથી. તેમ તૈજસ-કાશ્મણનો ઔદારિકાદિ ત્રણ શરીરોથી ભિન્ન ખાસ કોઈ વિશિષ્ટ આકાર નથી. માટે તેઓનું અંગોપાંગ નામકર્મ હોતું નથી.
પ્રશ્ન = અંગોપાંગ શબ્દની સંધિ છુટી પાડવામાં આવે તો અંગ અને ઉપાંગ એમ બે જ પદો નીકળી શકે છે અને તમે ઉપર અંગ, ઉપાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org