________________
પ્રથમ કર્મગ્રંથ
સાથે જે વખતે ચોંટે અર્થાત્ બંધાય તે જ વખતે એકી સાથે તે કર્મમાં ચાર પ્રકારનો બંધ થાય છે. અને તે લાડવાના દૃષ્ટાન્તથી સમજવા લાયક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
प्रकृतिस्तु स्वभावः स्यात्, स्थितिः कालावधारणम् । अनुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसंचयः ॥
પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ એટલે કાળમાપનું નક્કી થવું તે, રસ એટલે અનુભાવ અને પ્રદેશો એટલે દલિકોનો સમૂહ.
(૧) પ્રકૃતિબંધ- શરીરમાં થયેલા વાયુને દૂર કરે એવા સૂંઠ-મરી આદિ દ્રવ્યોથી બનાવેલ લાડવો જેમ વાયુને હરે, પિત્તને દૂર કરે તેવાં જીરૂ આદિ દ્રવ્યો નાખીને બનાવેલ લાડવો જેમ શરીરમાં પિત્તને દૂર કરે, અને કફને દૂર કરે એવાં લિંડપિપર આદિ દ્રવ્યો નાખીને બનાવેલ લાડવો શરીરના કફને દૂર કરે છે. આવા આવા વાયુ-કફ-અને પિત્તને દૂર કરવાનો સ્વભાવ તે તે લાડવાનો છે. તેવી રીતે બંધાતું કર્મ પણ કોઈ આત્માના જ્ઞાન ગુણને ઢાંકવાના સ્વભાવવાળું, કોઈ કર્મ આત્માના દર્શન ગુણને ઢાંકવાના સ્વભાવવાળું અને કોઈ કર્મ સાતા-અસાતા આપવાના સ્વભાવવાળું બંધાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. (૧)
(૨) સ્થિતિબંધ - જેમ કોઈ ચુરમાના લાડવો ૧ કે ૨ દિવસ સારો રહે, કોઈ બુંદી આદિનો લાડવો ૮-૧૦ દિવસ સારો રહે, અને શિયાળાના પાકના મેથી-ગુંદ આદિના કોઈ લાડુ ૩૦ દિવસ પણ સારા રહે તેવી રીતે બંધાયેલું આ કર્મ આત્મા સાથે કોઈ ૨૦ કોડાકોડી સાગરોપમ રહે, કોઈ કર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ રહે અને કોઈ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ પણ રહે. આ પ્રમાણે આત્માની સાથે કર્મને રહેવાના કાળમાનનું નક્કી થયું તે સ્થિતિબંધ. ૨.
(૩) રસબંધ - આત્માના ગુણોનો ઘાત કરવાનું કર્મમાં રહેલું જે સામર્થ્ય-શક્તિવિશેષ, આત્મા વડે જ કર્મોમાં બંધાયેલું જે સામર્થ્ય તે રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org