________________
કર્મવિપાક
૧૨૯
(૧) વૈક્રિયશરીર દેવોને આશ્રયી ૭ હાથ, નારકીને આશ્રયી પ00 ધનુષ્ય અને આહારક શરીર મુઠી વાળેલા ૧ હાથ પ્રમાણ છે. તૈજસકાર્મણની સ્વતંત્ર અવગાહના હોતી નથી. જયારે ઔદારિક શરીર વનસ્પતિકાયને આશ્રયી એક હજાર યોજનથી પણ કંઈક અધિક અવગાહનાવાળું છે માટે સૌથી મોટું છે.
(૨) તીર્થકર ભગવન્તો આદિને આ શરીર હોય છે અને તે દેવોથી પણ અધિક તેજવાળું છે. જેની સામે લોકો બરાબર જોઈ શકતા નથી. જેના તેજને સંહરવા માટે પાછળ ભામંડળ રખાય છે. તેથી સૌથી વધારે તેજવાળું પણ આ શરીર છે.
(૩) વૈક્રિય આદિ ચારે શેષ શરીરો આત્માને સાંસારિક સંપત્તિનું દાન કરી શકે છે, પરંતુ ફરીથી જ્યાં જન્મ-મરણની જંજાળ નથી એવી મોક્ષલક્ષ્મીનું દાન આત્માને આ ઔદારિક શરીર જ કરે છે. માટે સૌથી વધુ દાનેશ્વરી છે. આવા ત્રણ ગુણોવાળા શરીરને અપાવનારૂં જે કર્મ તે ઔદારિકશરીર નામકર્મ. (૨) જે નાનું થઈને મોટું થાય, મોટુ થઈને નાનું થાય, જે આકાશગામી થઈને ભૂમિગામી થાય, અને ભૂમિગામી થઈને આકાશગામી થાય ઈત્યાદિ વિવિધ-ક્રિયાઓવાળું જે શરીર તે વૈક્રિય શરીર.તેને અપાવનારૂં જે કર્મ તે વૈક્રિયશરીરનામકર્મ. આ વૈક્રિય શરીર (૧) ભવપ્રત્યયિક અને (૨) લબ્ધિપ્રત્યયિક એમ બે પ્રકારનું હોય છે. ભવ એ જ છે પ્રાપ્તિમાં કારણ જેને તેનું નામ ભવપ્રત્યયિક. દેવ તથા નારકીના જીવોને ભવપ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. પંખીને જેમ ભવથી જ ઉડવાની શક્તિ મળે છે. માછલાંને જેમ ભવથી જ તરવાની શક્તિ મળે છે. તેમ દેવ-નારકીને ભવથી જ વૈક્રિય શરીર બનાવવાની શક્તિ મળે છે. દેવ-નારકીનો ઉપપાત જન્મ હોવાથી આ શરીરને ઔપપાતિક પણ કહેવાય છે. તથા દેવ-નારકી આવા નવા વૈક્રિય શરીરની રચના કરે ત્યારે પણ જન્મથી મળેલું વૈક્રિય શરીર તો પોતાનું કામકાજ કરે જ છે. તેથી નવા બનાવેલા આ શરીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org