________________
૧૨૮
પ્રથમ કર્મગ્રંથ
“સમાન ચૈતન્યની પ્રાપ્તિમાં અસાધારણ કારણ જાતિનામકર્મ છે. તેના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે – (૧) એકેન્દ્રિયજાતિનામકર્મ = બેઈન્દ્રિય આદિ ઉપરના સર્વ જીવો કરતાં
જેમાં ઘણું જ ઓછું ચૈતન્ય ખુલ્લું થાય છે અને પરસ્પર તે જીવોમાં માત્ર એક જ ઈન્દ્રિય સંબંધી ચૈતન્ય છે. તે એકેન્દ્રિયજાતિ. તેવા
ભવને અપાવનારૂં કર્મ તે એકેન્દ્રિયજાતિનામકર્મ. (૨) બેઈન્દ્રિયજાતિનામકર્મ = એકેન્દ્રિય કરતાં કંઇક અધિક અને પરસ્પર
સ્પર્શનેન્દ્રિય તથા રસનેન્દ્રિય સંબંધી જ માત્ર ચૈતન્ય જ્યાં છે તે બેઈન્દ્રિયજાતિ. તેવો ભવ અપાવનારૂં જે કર્મ તે બેઈન્દ્રિય
જાતિનામકર્મ. એવી જ રીતે(૩) તેઈન્દ્રિયજાતિનામકર્મ = ત્રણ ઈન્દ્રિયો સંબંધી સમાન ચૈતન્યવાળા
ભવને અપાવનારૂં કર્મ તે તેઈન્દ્રિય જાતિનામકર્મ. (૪) ચઉરિદ્રયજાતિનામકર્મ = ચાર ઈન્દ્રિયો સંબંધી સમાન ચૈતન્યવાળા
ભવને અપાવનારૂં જે કર્મ તે ચઉરિન્દ્રિય જાતિનામકર્મ. (૫) પંચેન્દ્રિયજાતિનામકર્મ = પાંચે ઈન્દ્રિયો સંબંધી સમાન ચૈતન્યવાળા
ભવને અપાવનારૂં જે કર્મ તે પંચેન્દ્રિયજાતિનામકર્મ. સુખ અને દુઃખના ઉપભોગનું જે સાધન તે શરીર, જેનાથી સંસારનાં દુઃખ- સુખ ભોગવાય તે શરીર,શીત યત્ તત્ શરીરમ્ = જે નાશ પામવાના સ્વભાવવાળું છે તે શરીર કહેવાય છે. તે શરીર પાંચ પ્રકારનાં છે તેથી તેને અપાવનારું શરીર નામકર્મ પણ પાંચ પ્રકારનું છે.ઔદારિક શરીર નામકર્મ વિગેરે. (૧) ઉદારશબ્દ ઉપરથી રૂદ્ પ્રત્યય લાગીને ઔદારિક શબ્દ બને છે. ઉદાર એટલે સૌથી મોટું, સૌથી વધુ તેજસ્વી, અને સૌથી વધુ દાનેશ્વરી, આ ત્રણ પ્રકારના ગુણવાળા શરીરને ઔદારિક શરીર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org