________________
કર્મવિપાક
૧૨૭
(૧) નરકગતિનામકર્મ = અતિશય દુઃખ ભોગવવાવાળી જે અવસ્થાવિશેષ
તે નરકગતિ, તેને અપાવનારૂં જે કર્મ તે નરકગતિનામકર્મ. તે
નરકગતિના ૭ ભેદ છે. (૨) તિર્યંચગતિનામકર્મ = નરકની અપેક્ષાએ હીન અને મનુષ્યાદિની
અપેક્ષાએ અધિક દુઃખ ભોગવવાનું જે ક્ષેત્ર તે તિર્યંચગતિ. આવી
ગતિ અપાવનારૂં જે કર્મ તે તિર્યંચગતિનામકર્મ. (૩) મનુષ્યગતિનામકર્મ = વિવેકવાળો જે ભવ, જેમાં નરક-તિર્યંચ
કરતાં ઓછું દુઃખ છે અને દેવાવસ્થા કરતાં ઓછું સાંસારિક સુખ
છે. તે મનુષ્યગતિ, તેને અપાવનારૂં જે કર્મ તે મનુષ્યગતિનામકર્મ. (૪) દેવગતિનામકર્મ = સંસારના સુખની અધિકતાવાળો જે ભવ તે
દેવગતિ, તેને અપાવનારૂં જે કર્મ તે દેવગતિનામકર્મ.
જાતિનામકર્મના પાંચભેદ છે. જાતિ એટલે પરસ્પર સમાન ચૈતન્યની પ્રાપ્તિ. એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા તમામ જીવોમાં કંઈક કંઈક પરસ્પર ઓછુ-વધતું ચૈતન્ય હશે. તો પણ સામાન્યથી બેઇન્દ્રિયાદિ જીવો કરતાં ઓછું જ હોય છે. તેથી બધા જ સરખા ચૈતન્યવાળા લગભગ હોવાથી “એકેન્દ્રિય જાતિ” વાળા કહેવાય છે. એવી જ રીતે બેઈન્દ્રિયતેઈન્દ્રિય આદિ જાતિમાં પણ પરસ્પર જે ચૈતન્ય સરખું (સમાન) પ્રાપ્ત થાય છે તે આ જાતિનામકર્મ છે. સમાન ચૈતન્ય મળવાથી “આ એકેન્દ્રિય છે. આ પણ એકેન્દ્રિય છે. આ પણ એકેન્દ્રિય છે” એવો સમાન શબ્દવ્યવહાર થાય છે. આ રીતે જાતિનામકર્મ એ સમાન ચૈતન્યનું કારણ બને છે અને સમાન ચૈતન્ય એ સમાન શબ્દવ્યવહારનું કારણ બને છે.
શરીરમાં મળતી આંખ-કાન-નાક-જીભ-ચામડી વિગેરે જે ઈન્દ્રિય છે તે અંગોપાંગ નામકર્મથી અને પર્યાપ્ત નામકર્મથી મળે છે. તેમાં જાતિનામકર્મ કારણ નથી. તથા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ રૂપ જે ભાવેન્દ્રિયો છે તેમાં જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ કારણ છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org