________________
૧૪
મહેસાણા પાઠશાળા તથા પંડિતજી શ્રી પુખરાજજી સાહેબનો હું આભાર માનું છું કે જેઓએ મને આ યત્કિંચિત્ પણ સમ્યજ્ઞાન આપી મને ધર્મ સંસ્કારોનો વારસો આપ્યો છે.
પૂજ્ય ગચ્છાધિપતિ, આચાર્ય શ્રી જયઘોષસૂરિજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂજ્ય ગણિવર્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી” મહારાજશ્રીએ આદિથી અંત સુધી એકેક પૃષ્ઠ અને એકેક પંક્તિ અતિશય લાગણીપૂર્વક પોતાના બહોળા અભ્યાસ અને અનુભવ દ્વારા તપાસી આપી ઘણા સ્થળોએ રહેલી ત્રુટિઓ સુધારી, આ વિવેચનને રસપ્રદ અને નિર્દોષ કરી આપ્યું છે. તથા તેઓએ પૂ. મુનિમંડળને ભણાવતાં ભણાવતાં એકઠી કરેલી કેટલીક સૂક્ષ્મ ચર્ચાઓ રૂપ ટિપ્પણીઓ આ ગ્રંથમાં પ્રસન્ન થઇને પ્રકાશિત કરવા સમ્મતિ આપી છે અને તે દ્વારા આ ગ્રંથની શોભામાં અતિશય વધારો કર્યો છે તે બદલ પૂ. ગચ્છાધિપતિનો તથા પૂ. ગણિવર્યશ્રીનો અંતઃ કરણપૂર્વક અત્યન્ત આભાર માનું છું.
તથા પંડિતવર્ય શ્રી માણેકલાલ હરગોવનદાસભાઇએ અને પંડિતવર્ય શ્રી રસિકલાલ શાન્તિલાલભાઇએ પણ સમય અને સંજોગાનુસાર આ વિવેચન તપાસી આપ્યું છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું. વ્યવસ્થિત ટાઇપસેટિંગ તથા પ્રકાશન કરી આપવા બદલ અમદાવાદ ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહ તથા તેઓશ્રીના સુપુત્રો આદિનો તથા પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી કાળજીપૂર્વક પોતાના અભ્યાસ અને બહોળા અનુભવ સાથે સુંદર પ્રુફરીડીંગ કરી આપવા બદલ પંડિતવર્યશ્રી રતિલાલ ચીમનલાલભાઇનો ખૂબ જ આભાર માનું છું.
જ્યારે આ વિવેચન લખાતું હતું ત્યારે જ કોપીઓનો ખર્ચ આપી કોપીઓ નોંધાવવા દ્વારા મારી પ્રકાશન ખર્ચ સંબંધી આર્થિક ચિંતા દૂર કરી જેઓએ સાથ-સહયોગ આપ્યો છે તે સર્વેનો પણ આ અવસરે આભાર માનું છું.
છદ્મસ્થતાના અને બીન-ઉપયોગતાના કારણે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ જે કંઇ આ ગ્રંથમાં લખાઇ ચૂક્યું હોય તેની ત્રિવિધે ક્ષમા યાચું છું અને તે ક્ષતિઓ તરફ તુરત મારૂં ધ્યાન દોરવા વિદ્વર્ગને નમ્ર ભાવે વિનંતિ કરૂં છું. ૧૧૪૪૩, માતૃછાયા બીલ્ડીંગ,
બીજે માળે, રામજીની પોળ, નાણાવટ,
સુરત-૩૯૫૦૦૧. (INDIA)
Jain Education International
લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
For Private & Personal Use Only
www.jainelibrary.org