________________
- ૧૩
પ્રમાણ ગદ્ય રૂપે છે. પ્રાકૃત પંચસંગ્રહ પણ છે. પરંતુ તેના કર્તા અનુપલબ્ધ છે. તેની ગાથા ૧૩૨૪ અને ગદ્યભાગ લગભગ ૫૦૦ શ્લોક પ્રમાણ છે.
આ પ્રમાણે કર્મના વિષયને સમજાવતું સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી-ગુજરાતી આદિ ભાષાઓમાં ગદ્ય-પદ્ય રૂપે શ્વેતાંબરીય અને દિગંબરીય પરંપરામાં વિપુલ સાહિત્ય સર્જન મહાત્માઓએ કરેલ છે. તે સર્વે ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે આ “કર્મવિપાક” નગર પ્રવેશના દ્વાર સમાન છે સર્વત્ર સવિશેષ અધ્યયન યોગ્ય છે. જો કે આ કર્મગ્રંથનું ગુજરાતી વિવેચન શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા, પંડિતજી ભગવાનદાસભાઈ, શ્રી સોમચંદ ડી. શાહ તથા પંડિત સુખલાલજી તરફથી લખાઈને પ્રસિદ્ધ થયેલ છે. પં. શ્રી પ્રભુદાસભાઈ અને પં. શ્રી ખુબચંદ કેશવલાલ તરફથી “કર્મવિચાર” નામે પુસ્તકો પ્રકાશિત થયાં છે. તથાપિ તેને વધારે સરળ ભાષા રૂપે બનાવવા તથા અમારા પોતાના અધ્યયન વિશેષ માટે અમે આ લખ્યું છે. ગ્રંથકર્તા વિષે યત્કિંચિત્
આ કર્મગ્રંથોના કર્તા પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. છે. તેઓના ગુરુજીનું નામ “શ્રી જગચંદ્રસૂરીશ્વરજી” હતું, તેઓ સવિશેષ તપ આચરતા હોવાથી તેઓના તપ પ્રભાવથી પ્રસન્ન થયેલા ચિતોડના મહારાજા નેત્રસિંહે તેઓને “તપા” બિરૂદ આપ્યું હતું ત્યારથી આ ગચ્છ “તપાગચ્છ”ના નામે પ્રસિદ્ધિ પામ્યો, વિક્રમ સંવત ૧૩૨૭ માં ગ્રંથકર્તા સ્વર્ગવાસી થયા છે. તેઓનું “ચંદ્રકુલ” હતું. આ પાંચ કર્મગ્રંથો ઉપરાંત શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ, સિદ્ધ પંચાશિકાવૃત્તિ, સુદર્શન ચરિત્ર, સિદ્ધદરિડકા આદિ અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓએ બનાવેલી ટીકા આદિ ગ્રંથોનું સંશોધન વિદ્વત્ન શ્રી ધર્મકીર્તિસૂરિજી તથા શ્રી વિદ્યાનંદસૂરિજીએ કર્યું છે. આભાર સ્વીકૃતિ
આ ગુજરાતી વિવેચન લખવામાં સ્વપજ્ઞટીકા, મહેસાણા પાઠશાળાનું તથા પં. ભગવાનદાસજી કૃત ગુજરાતી વિવેચન આ ત્રણ ગ્રંથોનો મુખ્ય સહારો લીધેલ છે તથા પ્રસંગ-પ્રસંગે વિ.આ. ભાષ્ય, સમ્મતિતર્ક, નંદીસૂત્ર, આદિ ગ્રંથોનો સહારો લીધેલ છે. તે સર્વે ગ્રંથકર્તા અને વિવેચન કર્તાઓનો હું આભાર માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org