________________
૧૨
કષાયપ્રાત - જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વની દશમી વસ્તુમાંથી શ્રી ગુણધર આચાર્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. પ્રાયઃ વિક્રમની ત્રીજી સદીમાં આ ગ્રંથ રચાયો છે. કર્મ અને કષાયના વિષયનું અતિશય વિસ્તારથી વર્ણન છે. પખંડાગમ અને કષાય પ્રાભૂત ગ્રંથો આગમની જેટલા માનનીય અને વિસ્તૃત છે. આ ગ્રંથ ઉપર ૪ ટીકાઓ છે. (૧) એક ટીકા શામકુંડાચાર્યની છે. (૨) બીજી ટીકા તંબુરાચાર્યજીની છે. (૩) ત્રીજી ટીકા બપ્યદેવસૂરિજીની છે. (૪) અને ચોથી ટીકા વીરસેનાચાર્યશ્રીની બનાવેલી ૬0000 શ્લોક પ્રમાણ “જયધવલા” નામની મહાટીકા છે. ગોમ્મદસાર
આ ગ્રંથ સિદ્ધાન્ત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીનો બનાવેલો છે. જેના બે ખંડ છે. (૧) જીવકાંડ અને (૨) કર્મકાંડ. દિગમ્બર સંપ્રદાયમાં આ બન્ને કાંડોનો અત્યારે સર્વત્ર અભ્યાસ થાય છે. આ ગ્રંથ ઉપર ચામુંડરાયની બનાવેલી કન્નડ ભાષામાં એક ટીકા છે. બીજી કેશવવણજીની સંસ્કૃત ટીકા છે. ત્રીજી અભયચંદ્રજીની સંસ્કૃત ટીકા છે. એમ ત્રણ ટીકાઓ છે. તથા પંડિતજી શ્રી ટોડરમલજીનું હિન્દી ભાષામાં વિવરણ છે. તથા પ્રથમ જીવકાંડ ઉપર પંડિતજી ખુબચંદ જૈનનું અને બીજા કર્મકાંડ ઉપર પંડિતજીશ્રી મનોહરલાલજી શાસ્ત્રીનું હિન્દી ભાષામાં વિવરણ છે. જે પરમશ્રુતપ્રભાવક મંડળ અગાસ તરફથી પ્રકાશિત થયેલું છે. લબ્ધિસાર
આ ગ્રંથ પણ સિદ્ધાન્ત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીએ રચેલ છે. તેની આશરે ૬૪૯/૬૫૦ ગાથા છે. તેના ઉપર કેશવવર્સીજીની સંસ્કૃત ટીકા છે અને ટોડરમલજીની હિન્દી વ્યાખ્યા છે. પંચસંગ્રહ
આ ગ્રંથના કર્તા “અમિત મુનિ' છે આ ગ્રંથની રચના વિક્રમની અગિયારમી સદીમાં થઈ છે (વિ.સં. ૧૦૭૩ માં ગ્રંથ રચના થયેલી છે, તેની ૧૪૫૬ ગાથાઓ સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે છે અને લગભગ ૧૦૦૦ શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org