SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ભૂયસ્કારાદિ વિચાર પ્રકરણ શ્રી લક્ષ્મી વિજ્યજીએ ૬૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે. જેમાં ભૂયસ્કાર-અલ્પતર-અવસ્થિત બંધ અને અવક્તવ્ય બંધનું સવિસ્ત૨૫ણે વર્ણન છે. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યોએ (૧) બંધ વિહાણ મહાગ્રન્થ તથા (૨) ખવગસેઢી-ઉવસમસેઢી ઇત્યાદિ મૂળ ગ્રન્થો પ્રાકૃતમાં અને ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચેલી છે. તથા વળી પૂજ્યગણી શ્રી અભયશેખરવિજ્યજી મ. સાહેબે કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૧-૨, તથા કર્મ પ્રકૃતિ પ્રશ્નોત્તરી ભાગ-૩ ઇત્યાદિ સાહિત્ય પણ કર્મ ઉપર સુંદર છણાવટ પૂર્વક રચાયેલું જોવા મળે છે. કમ્મપડિ અને શતક નામના પાંચમા કર્મગ્રંથ ઉપર પૂજ્ય મુનિચન્દ્રસૂરિજી મ.સા. ની બનાવેલી વિષમપદા નામની ટિપ્પણી પણ છે. તથા નીચેના ગ્રન્થોમાં પણ કર્મસંબંધી વિશાલ ચર્ચા જોવા મળે છે. ષખંડાગમ કર્મના વિષયને સમજાવતો, ષટ્ખંડ રૂપે (છ ભાગ રૂપે) સૌથી વધુ મહત્ત્વવાળો આ ગ્રંથ છે. જેની અંદર છ ખંડોમાં (૧) જીવસ્થાનક, (૨) ક્ષુદ્રકબંધ, (૩) બંધસ્વામિત્વવિષય, (૪) વેદના, (૫) વર્ગણા, (૬) મહાબંધ એમ છ વિષયોનું સવિસ્તર વર્ણન છે. આ ગ્રંથના કર્તા શ્રી ભૂતબલી અને પુષ્પદંત ભટ્ટારકજી છે. જેઓનો વિદ્યાભ્યાસ ગિરનાર પર્વતની ગુફાઓમાં ધરસેન આચાર્ય પાસે થયો છે. પુષ્પદંત અલ્પાયુષી હતા તેથી અલ્પ ભાગની રચના કરી છે. શેષભાગ ભૂતબલિજીએ પૂર્ણ કરેલ છે. આ મુનિઓ પ્રભુ શ્રી મહાવીર સ્વામી પછી ૬૮૦/૭૦૦ વર્ષે થયા છે એટલે ષટ્યુંડાગમની રચના બીજી-ત્રીજી સદીમાં બની છે. આ ગ્રંથ ઉપ૨ શ્રી કુંદકુંદાચાર્ય કૃત સંસ્કૃત ટીકા છે. સમન્તભદ્રાચાર્યકૃત પણ સંસ્કૃત ટીકા છે તથા વીરસેનાચાર્યકૃત ૭૨૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા છે જેનું નામ ધવલા તરીકે પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy