________________
ર૪૮
પ્રથમ કર્મગ્રંથ
- ઘરમાં કોઈ બાબતમાં સલાહ લેવામાં બાપે નાના દીકરાને પૂછયું, અને મોટા દીકરાને ન પૂછયું અથવા પછીથી પૂછ્યું, ને મોટાનો અહંકાર ઉછળ્યો. નાનાએ આપેલી સલાહ મુજબ કાર્ય કરવામાં નુકશાન થવાનું છે એવું જાણવા છતાં, ભલે નુકશાન થતું, મને કેમ ન પૂછ્યું? હવે હું સાચી-સારી સલાહ આપું જ નહીં ને. આવી પકડ હોવી; નુકશાન થઈ ગયા બાદ પોતે એ નુકશાનને હળવું કરવા કે નાબુદ કરવા સમર્થ હોવા છતાં એવું ન કરવાની પકડ; બાપને પાછળથી ખ્યાલ આવે કે મોટા દીકરાને ખોટું લાગ્યું છે ને તેથી એ સહાય કરતો નથી, ને તેથી બાપ સાચા દિલથી માફી માગે કે મારી ભૂલ થઈ ગઈ- (પહેલાં) તને ન પૂછ્યું- “
મિચ્છામિ દુક્કડમ્'.. વગેરે તો પણ હવે કશું સાંભળવાની કે સહાય કરવાની તૈયારી ન દાખવવી; પોતે જે પૂંછડું પકડ્યું છે એનાથી પોતાને નુકશાન થઈ રહ્યું છે એવું જાણવા છતાં વટનો પ્રશ્ન બનાવી એ તંત ન છોડવો... સંલગ્ન સાથેનો વ્યવહાર બદલી નાખવો. આ બધી અહંકારની અસરો છે.
આ જ રીતે માયા-લોભની અસરો જાણવી. આ અસરો દીર્ઘકાળ ટકે છે. પણ સામાન્યથી જેમ જેમ કાળ વીતે તેમ તેમ દુઃખનું ઓસડ દહાડા ન્યાયે એ પકડ વગેરે અસરો ઢીલી પડવી શક્ય હોય છે. આ રીતે કાળ પસાર થવા પર કે, “ભૂલ ગમે તેની હોય, ગુસ્સો કરવો તો સારો નથી જ નુકશાનકર્તા જ છે. મિચ્છામિ દુક્કડમ્ દઈ દો.” વગેરે સમજણ મળવા પર, આ અસરો જો વધુમાં વધુ પંદર દિવસમાં છૂટી જાય કે પ્રજ્ઞાપના મળવા પર છૂટી જવાની યોગ્યતા હોય તો એ સંજવલન કષાય સમજવો. એ જ રીતે ચાર મહિનામાં છૂટે તો પ્રત્યાખ્યાનાવરણ, બાર મહિનામાં છૂટે તો અપ્રત્યાખ્યાનાવરણ ને બાર મહિના પછી પણ ન છૂટે-વધારે ટકે.. માવજીવ સુધી ટકી જાય.. તો એ અનંતાનુબંધી કષાય જાણવો.
- આ ચાર કષાયોના નિરૂપણમાં જે ગતિદાયકતા કહેલી છે તેમાં પ્રશ્ન ઊભો થાય છે કે અનંતાનુબંધી કષાયો નરકગતિપ્રદ કહ્યા છે. પણ આ કષાયના ઉદયવાળા મિથ્યાત્વી જીવો ચારે ગતિમાં જઈ શકે છે. તો આની સંગતિ શી રીતે કરવી? વળી,
બીજી એક અસંગતિ એ છે કે અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળાને તિર્યંચગતિ કહી છે. પણ આ કષાયવાળા જીવો તો અવિરત સમ્યક્ત્વી હોવાથી દેવ કે મનુષ્ય પ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે, તિર્યંચ પ્રાયોગ્ય નહીં. તો તિર્યંચગતિમાં શી રીતે જાય? એમ પ્રત્યાખ્યાનાવરણ કષાયો તો પાંચમે ગુણઠાણે હોવાથી માત્ર પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યોને જ હોય છે ને તેઓ તો પાંચમે ગુણઠાણે દેવપ્રાયોગ્ય જ બાંધે છે, તો મનુષ્યગતિદાયકતા શી રીતે કહેવાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org