________________
૭૨
પ્રથમ કર્મગ્રંથ
(सुखप्रतिबोधा निद्रा, निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य, प्रचलाप्रचला तु चक्र मतः)
શબ્દાર્થ -સુરકિવોહી સુખે સુખે જાગૃતિ થાય તેવી, નિદ્દા–નિદ્રા, નિનિદ્દા નિદ્રાનિદ્રા, ચ=અને, કુવાડિવોહા-દુઃખે દુઃખે જાગૃતિ થાય તેવી, પતા=પ્રચલા, ઉત્તમ ઉભેલાને, વિસ=બેઠેલા પુરુષને, થત થતા પ્રચલા પ્રચલા, ૩ વળી, ચંવમો ચાલતા પુરુષને,
ગાથાર્થ – સુખે જાગૃતિ થાય જેમાં તે નિદ્રા, મુશ્કેલીથી જાગૃતિ થાય જેમાં તે નિદ્રાનિદ્રા, ઉભા રહેલાને, કે બેઠેલાને જે નિદ્રા આવે તે પ્રચલા, અને ચાલતાને જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા. ૧૧.
વિવેચન- દર્શનાવરણીય કર્મની ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર પ્રકૃતિનું વર્ણન કરી હવે નિદ્રાદિ પાંચ પ્રકૃતિનું વર્ણન સમજાવે છે.
નિદ્રા= જે નિદ્રાવાળી અવસ્થામાં પ્રાણી સહેલાઇથી જાગૃત થાય, શબ્દમાત્રથી ઉઠી જાય, ધીમા અવાજમાત્રથી જાગૃત થઈ જાય, ઘરમાં આવનારના પગ પડવા માત્રથી જે જાણી શકાય. એવી અતિશય અલ્પમાત્રાવાળી જે નિદ્રા તે નિદ્રા કહેવાય છે. જેને શ્વાનનિદ્રા તુલ્ય કહેવાય છે. કુતરો પોળમાં સુતો છતો જેમ માણસના આગમન માત્રથી જાગી જાય છે. તેમ જે તુરત જ જાગી જવાય એવી જે નિદ્રા તે નિદ્રા.
આવી નિદ્રા લાવનાર કર્મપ્રકૃતિ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવા વડે નિદ્રા કહેવાય છે.
નિદ્રાનિદ્રા=નિદ્રાતઃ તિથિની યા નિદ્રા ના નિકાના પૂર્વોક્ત નિદ્રાથી અતિશય ચઢીયાતી જે નિદ્રા તે નિદ્રાનિદ્રા. જે નિદ્રાવાળી અવસ્થામાં પ્રાણી દુઃખથી જાગૃત થાય, બહુ ઢંઢોળવાથી જાગે અથવા આંખે પાણી છાંટવા આદિના ઉપાયોથી જાગે-એવી ગાઢ નિદ્રા તે નિદ્રાનિદ્રા, આવી ગાઢ નિદ્રા અપાવનાર કર્મ પણ નિદ્રાનિદ્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org